બૉલીવુડ

શિલ્પા શેટ્ટીના નાના બાળકોએ ભાઈ બીજ ઉજવી , ખુબજ ક્યૂટ સમિશાએ ભાઈની આરતી ઉતારી…જુઓ ત્યાંનો રંગીન પળ

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી દરેક તહેવાર ધામધૂમથી ઉજવતી હોય છે. હાલમાં જ શિલ્પા શેટ્ટીએ સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં શિલ્પાના બંને બાળકો ભાઈબીજ સેલિબ્રેટ કરે છે.

શિલ્પા શેટ્ટીએ વિઆન તથા સમીશાનો વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં બંનેએ એક જેવા કપડાં પહેર્યા છે. શિલ્પા સમીશાને ભાઈબીજમાં શું કરવાનું હોય તે સમજાવે છે. શિલ્પા દીકરી સમીશાને ભાઈની આરતી ઉતારવાનું કહે છે, પછી ચાંદલો કરવાનું શીખવાડે છે.

ત્યારબાદ સમીશા પોતાના ભાઈના હાથમાં મીઠાઈ મૂકે છે. પછી તરત જ તે પોતાના ભાગની મીઠાઈ લઈ લે છે. સમીશાને આમ કરતાં જોઈને શિલ્પા ખડખડાટ હસી પડે છે.શિલ્પાના આ વીડિયો પર યુઝર્સે વિવિધ કમેન્ટ્સ કરી છે. ઘણાં યુઝર્સે શિલ્પાના વખાણ કરીને કહ્યું હતું કે તે બાળકોને હિંદુ સંસ્કૃતિ શીખવે છે.

જોકે, કેટલાંકને શિલ્પા અંગ્રેજીમાં વાત કરતી હોવાનો વાંધો પડ્યો હતો તો કેટલાકેને શિલ્પાએ શૂઝ પહેરી રાખ્યા હોવાથી ટ્રોલ કરી હતી.શિલ્પા શેટ્ટીએ 2009માં બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા. 2012માં દીકરા વિઆનનો જન્મ થયો હતો. ત્યારબાદ સરોગસીની મદદથી દીકરી સમીશાનો જન્મ થયો હતો.

ગયા વર્ષે રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં ફસાયો હતો અને બે મહિના જેલમાં રહ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ રાજ જ્યારે પણ પબ્લિક પ્લેસ પર આવે છે ત્યારે ચહેરો માસ્કથી ઢાંકીને રાખે છે.શિલ્પા શેટ્ટી છેલ્લે ‘નિકમ્મા’ ફિલ્મમાં જોવા મળી હતી. હવે તે રોહિત શેટ્ટીની વેબ સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં કામ કરી રહી છે. આ સિરીઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રા તથા વિવેક ઓબેરોય પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *