સુરતના મગદલ્લા રોડ પર સોમેશ્વર ખાતે એક યુવકે પેટ્રોલ છાંટીને પેટ્રોલ પંપને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પેટ્રોલ ભરાવવા આવેલા યુવકે નોઝલથી પેટ્રોલ છાંટીને પેટ્રોલ પંપને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
પેટ્રોલ પંપના કર્મચારીને પિસ્તોલ જેવું હથિયાર બતાવી માર માર્યો હતો. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. સુરતની વેસુ પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.સુરતમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. અસામાજિક તત્વોના ત્રાસની વધુ એક ઘટના સુરતના વેસુ વિસ્તારમાંથી સામે આવી છે.
મગદલ્લા રોડ પર સોમેશ્વર કોમ્પ્લેક્સ પાસે આવેલા પેટ્રોલ પંપ પર એક યુવકે પેટ્રોલ પંપના કર્મચારી સાથે પેટ્રોલ ભરવાની બાબત પર ઝઘડો કર્યો હતો. બાદમાં પેટ્રોલ પંપના કર્મચારીને માર મારીને પેટ્રોલ પંપને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પેટ્રોલ પંપના પેટ્રોલ ભરવાના નોઝલથી પેટ્રોલ પંપની અંદર પેટ્રોલ ઢોળ્યું હતું.
પેટ્રોલ પંપને સળગાવી દેવાની ધમકી આપીને પંપને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.વેસુ મગદલ્લા રોડ પર આવેલા પેટ્રોલ પંપને સળગાવવાના પ્રયાસની આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપના CCTVમાં કેદ થઈ ગઈ હતી. CCTVમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, એક યુવક પેટ્રોલ પંપના કર્મચારી સાથે ઝઘડો કર્યાં બાદ પેટ્રોલ પંપને સળગાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
પેટ્રોલ ભરવાના નોઝલથી જ પેટ્રોલ પંપમાં પેટ્રોલ છાંટીને યુવક પેટ્રોલ પંપ સળગાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. નશાની હાલતમાં આ યુવક હોવાનું હાલ પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. નશાની હાલતમાં યુવક દ્વારા પેટ્રોલ પંપના કર્મચારી સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં કર્મચારીને પિસ્તોલ જેવું હથિયાર બતાવી તેના વડે માર્યો હતો.
પેટ્રોલ પંપ સળગાવવાના CCTV સામે આવ્યા બાદ વેસુ પોલીસ મથકમાં આ અંગે ગુનો નોંધાયો છે. પોલીસે CCTVમાં દેખાઈ રહેલા અસામાજિક તત્વો સામે ગુનો નોંધી તેઓની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.