માણસને સ્વચ્છતાથી બીમારીનો ભય હતો 50 વર્ષ સુધી સ્નાન ન કર્યું , વર્ષો બાદ પહેલી વાર સ્નાન કરતા થઈ ગયું મૃત્યુ…,વિશ્વના સૌથી ‘ગંદા માણસ’નો બિનસત્તાવાર રેકોર્ડ ધરાવતા અમો હાજીનું 94 વર્ષની વયે અવસાન થયું છે. હંમેશા એકલા રહેતા હાજી ઈરાનના ફાર્સ પ્રદેશના હતા. તે લગભગ 50 વર્ષથી તેમણે સ્નાન કર્યુ ન હતું.
તેમણે થોડા મહિના પહેલા જ સાબુ અને પાણીનો ઉપયોગ કરીને સ્નાન કર્યું હતું, એ પછી રવિવારે તેમનું મૃત્યુ થયું હતું.મળતી માહિતી મુજબ, હાજી સ્નાન કરતા ડરતા હતા. તેઓ માનતા હતા કે તેઓ સ્નાન કરવાથી બીમાર થઈ શકે છે. આસપાસના લોકો વારંવાર તેમને સ્વચ્છ રહેવાનું કહેતા હતા, જેના કારણે તેઓ દુ:ખી થઈ જતાં હતાં.
2014માં તેહરાન ટાઈમ્સ સાથેની વાતચીત દરમિયાન હાજીએ જણાવ્યું હતું કે તે એક ખાડામાં ઈંટોની બનેલી ઝૂંપડીમાં રહેતા હતા.રિપોર્ટ અનુસાર, આટલા લાંબા સમય સુધી સ્નાન ન કરવાના કારણે હાજીની ત્વચા કાળી પડી ગઈ હતી. ઉપરાંત, તેમના ખોરાકમાં માત્ર સડી ગયેલું માંસ અને ગંદુ પાણી સામેલ હતું.
તેમનો પ્રિય ખોરાક શાહુડીનું માંસ હતો. હાજીને ધૂમ્રપાનનું પણ વ્યસન હતું. ઘણી જૂની તસવીરોમાં તેઓ સિગારેટ પીતા પણ જોઈ શકાય છે. તેઓ જાનવરોના મળથી ભરેલી પાઇપમાંથી પણ ધૂમ્રપાન કરતા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્થાનિક ગામવાસીઓ હાજીને સ્નાન કરવા માટે દબાણ કરતા હતા, પરંતુ તેમણે દરેક વખતે ના પાડી દીધી હતી. જોકે, આ વખતે ગામવાસીઓ તેમને બળજબરીથી બાથરૂમમાં લઈ ગયા હતા અને સ્નાન કરાવ્યું હતું. જે બાદ તેમની તબિયત બગડી હતી. તેમની તબિયત ગંભીર થતાં તેમનું મૃત્યુ થયું હતું.
ઈરાની મીડિયા અનુસાર, 2013માં હાજીના જીવન પર “ધ સ્ટ્રેન્જ લાઈફ ઓફ અમો હાજી” નામની એક શોર્ટ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ બનાવવામાં આવી હતી. ડોક્યુમેન્ટ્રીમાં અમો હાજી પોતાનું રોજિંદા જીવન કેવી રીતે જીવે છે તે બતાવવામાં આવ્યું હતું.