ગુજરાત સુરત

આર્થિક સંકટને ચલતે પૈસા કમાવા શોર્ટ-કટ અપનાવ્યો , ભૂત પ્રેતનો ડર બતાવીને તાંત્રિકના નામ પર 20 લાખની ઠગી કરી…

આર્થિક સંકટને ચલતે પૈસા કમાવા શોર્ટ-કટ અપનાવ્યો , ભૂત પ્રેતનો ડર બતાવીને તાંત્રિકના નામ પર 20 લાખની ઠગી કરી…,બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ વિસ્તારમાં એક તાંત્રિક દ્વારા પરિવારને તેની આર્થિક તંગી દૂર કરવા અને માંદગી દૂર કરવાના નામે લાલચ આપવામાં આવી હતી. ભૂત પ્રેતનો ડર બતાવી તાંત્રિક દ્વારા 20.52 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તાંત્રિક નાસી ગયો હતો.

તેથી પોલીસ દ્વારા શોધખોળ આદરવામાં આવી હતી. ત્યારે આ તાંત્રિક સુરતથી ઝડપાઈ ગયો હતો. જેથી બનાસકાંઠા પોલીસને આ તાંત્રિક સોંપીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ભોગ બનનારના ઘરમાં આર્થિક તંગી દુર કરવા તેમજ સામાજીક અને માંદગીની તકલીફો દુર કરવાના નામે એક ઠગ તાંત્રીક દ્વારા તાંત્રીક વિધી કરવાના નામે ફરીયાદીની બચતની મુડી છેલ્લા બે વર્ષના સમયગાળામાં રૂ., 20.52 લાખથી વધુની રોકડ રકમ લઈ નાસી ગયેલ હોય જે તાંત્રીક આરોપી સુરત ખાતે છુપાયેલ હોય.

આ તાંત્રીકને પકડવા સુરત શહેર એસ.ઓ.જી.,ની મદદ માંગી હતી. આરોપી બાબતેની તમામ હકીકત બનાસકાંઠા પોલીસ પાસેથી મેળવી આ તાંત્રીક આરોપી સુરત ખાતે અન્ય કોઈ પરીવારને પોતાનો શીકાર બનાવે તે પહેલા જ તેને તાત્કાલીક ઝડપી પાડવા એસ.ઓ.જી. ના ટીમના માણસોની ટીમો બનાવેલ જે ટીમો દ્વારા સુરત શહેર વિસ્તારમાં આરોપી બાબતે તપાસ કરતા હતા.

​​​​​​​બાતમીના આધારે અમરોલી કોસાડ આવાસ ખાતે વોચ ગોઠવી આરોપી જિગ્નેશગીરી ઉર્ફે મુન્ના ભુવાજી નટવરગીરી ગોસ્વામી રહે. 1402/એ,આશિર્વાદ હાઈટ્સ નાના કોસાડ રોડ અમરોલી સુરત મુળરહે. કનોદા તા.બેચરાજી જિ.મહેસાણાને ઝડપી પાડેલ છે.

આરોપીની પુછપરછમાં જાણવા મળેલ કે, પોતે ભુવાજીનુ કામકાજ કરતો હોય અને લોકો તેની પોતાની તકલીફો દુર કરાવવા પોતાની પાસે તાંત્રીક વિધી કરાવવા આવતા હોય જેથી પોતે તે લોકોની અંધશ્રધ્ધાનો લાભ લઈ તેમને ભુત-પ્રેતનો ભય બતાવી તેમની પાસેથી તાંત્રીક વિધી કરવાના પૈસા પદાવતો હોય.

આ કામના ભોગબનનાર પણ તેમની પાસે 2020માં તેમની તકલીફો દુર કરવા માટે આવેલ જેથી તેણે આજદિન સુધી અલગ અલગ વિધી કરાવવાના નામે ટુકડે ટુકડે રૂ. 20.52 લાખ ફરીયાદી પાસેથી લઈ સુરત ખાતે ભાગી આવેલ હોવાની હકીકત જણાવેલ હતી. જેથી આરોપી વિરૂધ્ધમાં ધોરણસર કાર્યવાહી કરી આરોપીને બનાસકાંઠા પોલીસને સોંપી આપેલ છે.