બૉલીવુડ

કેટરિનાને સાઉથ ફિલ્મોમાં કરવું છે કામ , કહ્યું મોકો મળશે તો ભાષા અવરોધ નહિ બને…જુઓ અહી

કેટરિનાને સાઉથ ફિલ્મોમાં કરવું છે કામ , કહ્યું મોકો મળશે તો ભાષા અવરોધ નહિ બને…જુઓ અહી,હાલમાં પોતાની આગામી હોરર-કોમેડી ફિલ્મ ‘ફોન ભૂત’ની રિલીઝની રાહ જોઈ રહેલી કેટરિના કૈફે શેર કર્યું છે કે, ‘તે દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરવા માગે છે.’ બોલીવુડ ફિલ્મોમાં પોતાની એક આગવી ઓળખ બનાવી ચૂકેલી આ અભિનેત્રીના ભવિષ્યમાં કંઈક અલગ જ પ્લાન બની રહ્યા હોય એવું લાગી રહ્યું છે.

અભિનેત્રીએ ભૂતકાળમાં કેટલીક સાઉથ ફિલ્મો કરી છે જેમ કે, ‘મલ્લિસવારી’ અને ‘અલ્લારી પીડુગુ’, જે વર્ષ 2004 અને 2005માં રિલીઝ થઈ હતી.આ અભિનેત્રી પોતાના ફ્યુચર પ્લાન્સ વિશે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે, ‘જો ક્યારેય કોઈ સ્ક્રિપ્ટ એવી હોય જે પૂરતી આકર્ષક હોય અને તેમાં મજબૂત પાત્ર હોય, તો ભાષા મારા માટે અવરોધરૂપ નહીં બને.દક્ષિણ ભારતમાં અસાધારણ પ્રતિભા ધરાવતા અમુક ડિરેકટરો કામ કરે છે, જેમની સાથે હું જરુર કામ કરવા માગીશ.’

તેણે મણિરત્નમની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ‘પોન્નીયિન સેલ્વનઃ 1’ના ખૂબ વખાણ કર્યા હતા. તેણે કહ્યું, ‘સૌથી શ્રેષ્ઠ અને તાજેતરનું ઉદાહરણ મણિરત્નમ સરની ‘પોન્નીયિન સેલ્વન: 1’ છે. ખરેખર, અદ્ભુત ફિલ્મ છે, ને? આવી ભવ્યતા, સુંદર ફ્રેમ્સ અને સંગીત. તેના જીવનના આ તબક્કે આટલા મોટાપાયે ફિલ્મ બનાવવી, તે એક આઇકોનિક ડિરેક્ટરની સૂક્ષ્મતાને સાબિત કરે છે.’

વિક્કી કૌશલ સાથે લગ્ન બાદ કેટરીનાની પહેલી ફિલ્મ ‘ફોન ભૂત’માં સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર પણ છે. એક્સેલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્મિત આ ફિલ્મ 4 નવેમ્બર, 2022ના રોજ સિનેમાઘરોમાં આવવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *