દિવાળીના અવસર પર રાજકોટમાં મોટી દુર્ઘટના ઘટી , કાર ચાલકે વાસણની ફેરી કરતી ગર્ભવતી મહિલાને ઉડાવી દીધી…,રાજકોટના દેવપરામાં કાવેરી મેદાનવાળા રોડ પર ગઈકાલે બપોરે પૂરપાટ ઝડપે આવતી કારે વાસણની લારી ચલાવતી સગર્ભાને અડફેટે લીધી હતી. આથી સગર્ભા રોડ પર પટકાઈ હતી. પરંતુ પેટના ભાગે ગંભીર ઇજાને કારણે ઉદરમાં 8 મહિનાના શિશુનું મોત નીપજ્યું હતું.
મહિલાને શિશુનું મોત થયાની જાણ થતા જ સિવિલ હોસ્પિટલમાં આક્રંદ કર્યું હતું.જંગલેશ્વરમાં નીલમ પાર્ક ખ્વાજા એપાર્ટમેન્ટની સામે ઝૂંપડપટ્ટીમાં રહેતી આરતીબેન ચૌહાણ પોતાની લારી લઈ દિવાળી પર્વે ફેરી કરવા નીકળ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો. આઠ માસનું ગર્ભ હોય સગર્ભાએ ભારે આક્રંદ કર્યો હતો.
આરતીબેનને પેટ, કપાળ, ગોઠણ ખંભાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ 8 મહિનાના શિશુનું ઉદરમાં જ મોત નીપજ્યું હતું.આરતીબેનને 8મો મહિનો ચાલતો હોવા છતાં જૂના કપડાં અને વાસણની રેકડીમાં ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગઈકાલે પોતાની લારી લઈ ફેરી માટે નીકળી હતી ત્યારે દેવપરામાં કાવેરીના મેદાન પાસે રોડ પર પૂરપાટ ઝડપે આવતી GJ-03-HR-0160 નંબરની ગ્રાન્ડ આઈ-10 કારના ચાલકે લારી સહિત આરતીબેનને અડફેટે લેતા આરતીબેન રોડ પર ફંગોળાઈ ગયા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આરતીબેનને 8 માસનો ગર્ભ હતો. તેમને તુરંત સારવારમાં ખસેડતા તબીબે ગર્ભમાં રહેલા શિશુનું મોત થઈ ગયાનું જાહેર કર્યું હતું. જેથી સગર્ભાએ આક્રંદ કરી મૂક્યો હતો. બનાવના પગલે ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને કારચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.