સલમાન ખાનને થઈ ગયો ડેન્ગ્યુ , હવે ટૂંક સમય સુધી આ સ્ટાર હોસ્ટ કરશે બિગ બોસ શો…,દિવાળી પહેલા જ સુપરસ્ટાર સલમાન ખાનને ડેન્ગ્યુ થયો છે… જેને કારણે તેમણે પોતાના તમામ શુટિંગ કેન્સલ કર્યા છે… જેની સીધી અસર હાલના બિગબોસ શો પર થઈ છે… જાણો હવે કોણ આ શો હોસ્ટ કરશે.
સુપરસ્ટાર સલમાન ખાનને ડેન્ગ્યુ થઈ ગયો છે. રિપોર્ટસ અનુસાર કહેવાય છે કે, ડેન્ગ્યુને કારણે સલમાન ખાને તેમના આગામી તમામ પ્રોજેક્ટ્સનું શુટિંગ કેન્સલ કર્યું છે. કહેવાય છે કે, આગામી થોડા સપ્તાહ માટે સલમાન ખાન બિગબોસનો શો હોસ્ટ નહિ કરી શકે. સલમાન ખાનના ડેન્ગ્યુના સમાચાર બહાર આવતા જ તેમના ફેન્સમાં નિરાશા વ્યાપી ગઈ છે.
બિગબોસ શોમાં વિવાદ પૂરા થઈ રહ્યા નથી. ત્યારે આ વખતની સીઝન પણ વિવાદોથી ભરપૂર છે. સલમાન ખાનના શોના હોસ્ટ કરવાથી તેને ચાર ચાંદ લાગી જાય છે. સલમાન ખાન સપ્તાહમાં બે દિવસ શો હોસ્ટ કરે છે. પરંતુ હાલ તેઓ ડેન્ગ્યુગ્રસ્ત હોવાથી તેમનુ થોડા સમય સુધી શોમાં દેખાવુ મુશ્કેલ છે.
આવામાં સલમાન ખાનની ગેરહાજરીમાં કરણ જોહર આ શો હોસ્ટ કરશે. શોમાં આગામી કેટલાક સપ્તાહમાં સલમાન ખાન નજર નહિ આવે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, સલમાન ખાનને ડેન્ગ્યુ થયો છે, અને ડોક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી છે.
તેથી તેઓ હાલ તમામ પ્રકારના શુટિંગથી દૂર રહેશે અને આરામ કરશે. સલમાન ખાને થોડા સમય માટે બિગબોસ 16 હોસ્ટ કરવાથી બ્રેક લીધો છે. તેથી કરણ જોહર હવે મોરચો સંભાળશે. કરણ પહેલા પણ બિગબોસ ઓટીટી હોસ્ટ કરી ચૂક્યા છે.
સલમાન ખાને ખુદ કરણ જોહરને ફોન કર્યો હતો અને કહ્યુ હતું કે, પોતાની ગેરહાજરીમાં કરણ શો હોસ્ટ કરે. કરણ જોહર સલમાન ખાનનો આદર રાખે છે. કારણ કે, જ્યારે કુછ કુછ હોતા હૈ ફિલ્મમાં અનેક સ્ટાર્સે સાઈડ રોલ માટે ના પાડી હતી, ત્યારે એકમાત્ર સલમાન આ રોલ કરવા રાજી થયા હતા.