અમદાવાદ ગુજરાત

અમદાવાદમાં જ્વેલરીની દુકાનમાં મોટી ચોરી , 2 કર્મચારીઓએ માલિકને રૂમમાં પૂરીને 3 કિલો સોનાની કરી ચોરી…

અમદાવાદમાં જ્વેલરીની દુકાનમાં મોટી ચોરી , 2 કર્મચારીઓએ માલિકને રૂમમાં પૂરીને 3 કિલો સોનાની કરી ચોરી…,અમદાવાદના મોટેરામાં અંજલી જ્વેર્લસનો માલિક લૂંટાયો.. કર્મચારીઓએ જ માલિકોને બંધક બનાવી સોનાના શોરૂમમાં લૂંટ ચલાવી.. અંદાજે 3 કિલો સોનું લૂંટાયું હોવાની માહિતી.

દિવાળીએ અમદાવાદમાં લૂંટનો ચકચારી બનાવ બન્યો છે. મોટેરામાં અંજલી જલેવર્સમાં કરોડો રૂપિયાની લૂંટનો બનાવ બ્યો છે. જવેલર્સમાં કામ કરતા કર્મચારીઓએ માલિકને બંધક બનાવી લૂંટ ચલાવી હતી. બંને કર્મચારીઓ દુકાનમાં રહેલ કરોડો રૂપિયાના દાગીના લઈ ફરાર થયા હતા. ત્યારે ચાંદખેડા પોલીસ ધટના સ્થળે પહોંચી FSLની મદદ લઇ વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદના ચાંદખેડાના મોટેરા જવેલર્સમાં લૂંટનો બનાવ બન્યો છે. અંજલી જ્વેલર્સના માલિક મહેશ શાહ મોડી રાતે સ્ટ્રોંગ રૂમમાં દાગીના મૂકવા જતા હતા તે સમયે આ ઘટના બની હતી. માલિક મહેશ શાહ દાગીના મૂકવા જતા હતા ત્યારે સુનિલ ઝાલા અને ચિરાગ બારોટ નામના બે કર્મચારીઓ ત્યાં આવ્યા હતા.

બંનેએ માલિક મહેશ શાહને ધક્કો માર્યો હતો. તેઓએ માલિક મહેશભાઈને બંધક બનાવ્યા હતા. બાદમાં સ્ટ્રોંગ મૂકેલા દાગીના લઈને ફરાર થયા હતા. રાત્રે 2 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જ્વેલરી શોપના સુનીલ ઝાલા અને ચિરાગ બારોટ નામના સેલ્સમેન દ્વારા આખો શોરૂમ લૂંટવામાં આવ્યો હતો.

રાત્રે લૂંટ કરીને બંને ફરાર થઈ ગયા હતા. તેઓએ જ્વેલર્સ માલિક મહેશ શાહને સ્ટ્રોંગ રૂમમાં જ બંધક બનાવ્યા હતા. સવારે સુધી મહેશ શાહે પોતાના ઘરે ન જતા તેમના પરિવારે તપાસ શરૂ કરી હતી. તેઓએ દુકાનમાં તપાસ કરતા લૂંટની ઘટના બહાર આવી હતી.

માલિક મહેશ શાહે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએસ વણઝારાએ જણાવ્યું કે, માલિકને બંધક બનાવનાર બે કર્મચારી સુનિલ ઝાલા અને ચિરાગ બારોટ છે. સુનિલ ઝાલા મૂળ બનાસકાંઠાનો રહેવાસી છે અને ચિરાગ મૂળ મહેસાણાનો વતની છે.

સુનિલ પાંચ વર્ષથી જ્વેલરી શોરૂમમાં નોકરી કરે છે અને ચિરાગ એક વર્ષથી નોકરી કરે છે. તેઓએ દુકાનમાંથી આશરે 3 કિલો સોનાના દાગીના અને 5 લાખ રોકડાની લૂંટ કરી છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *