બૉલીવુડ

પોતાની નવી ફિલ્મ માટે અક્ષય કુમારે શ્રી રામના નારા લગાવ્યા , બૂટ ઉતારીને સ્ટેજ પર ચડ્યા અક્ષય…જુઓ વિડિયો

પોતાની નવી ફિલ્મ માટે અક્ષય કુમારે શ્રી રામના નારા લગાવ્યા , બૂટ ઉતારીને સ્ટેજ પર ચડ્યા અક્ષય…જુઓ વિડિયો,અક્ષય કુમાર, જેકલિન ફર્નાન્ડિઝ તથા નુસરત ભરુચાની ફિલ્મ ‘રામ સેતુ’ 25 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલર બાદ હવે ફિલ્મનું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા રામ સેતુ પર આધારિત છે.

હાલમાં જ ફિલ્મના ગીત ‘શ્રી રામ..’ લૉન્ચ કરવામાં આવ્યું હતું. અક્ષય કુમાર ફોર્મલ આઉટફિટમાં એનર્જેટિક જોવા મળ્યો હતો.સોંગ લૉન્ચ ઇવેન્ટમાં અક્ષય કુમારે શૂઝ કાઢ્યા હતા અને પછી સ્ટેજ પર ચઢ્યો હતો. અક્ષય કુમારે ગીત પણ ગાયું હતું. લૉન્ચિંગ દરમિયાન અક્ષય કુમારે કહ્યું હતું, ‘રામસેતુ’ની એન્થમમાં 2 મિનિટ ને 15 સેકન્ડમાં ફિલ્મનો સાર આવી જાય છે.

ગીત તમામને પોઝિટિવ વાઇબ્રેશન આપે છે. દિવાળીમાં આ ગીત દર્શકો માટે ભેટ સ્વરૂપે છે.’અક્ષય કુમારે સો.મીડિયામાં પણ આ ગીત શૅર કર્યું છે. આ ગીત શૅર કરીને અક્કીએ કહ્યું હતું, ‘તમારા તમામ માટે આ દિવાળી સ્પેશિયલ, જયશ્રીરામ એન્થમ. 25 ઓક્ટોબરે માત્ર થિયેટરમાં.’ આ ગીતને વિક્રમ તથા શેખરે લખ્યું છે.

‘રામ સેતુ’માં અક્ષય કુમાર આર્કિયોલૉજિસ્ટના રોલમાં છે. તે ભારત તથા શ્રીલંકા વચ્ચે બનેલા રામસેતુની સત્યતા ચકાસવાનું કામ કરે છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈ ઉપરાંત ઉત્તરપ્રદેશ સહિત વિવિધ લોકેશન પર કરવામાં આવ્યું છે. અક્ષય ઉપરાંત ફિલ્મમાં જેકલિન ફર્નાન્ડિઝ, નુસરત ભરૂચા છે. ફિલ્મને અભિષેક શર્મા ડિરેક્ટ કરે છે. પ્રોડ્યૂસર વિક્રમ મલ્હોત્રા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *