પત્નીને નોકરી છોડવા કહ્યું પરંતુ પત્નીએ ના પાડી , તો પતિએ ઢોરમાર મારી અને વિડિયો બનાવીને શેર પણ કર્યો…

0

પત્નીને નોકરી છોડવા કહ્યું પરંતુ પત્નીએ ના પાડી , તો પતિએ ઢોરમાર મારી અને વિડિયો બનાવીને શેર પણ કર્યો…,કેરળના તિરુવનંતપુરમમાં દિલીપ નામની વ્યક્તિએ પત્નીને ઢોરમાર માર્યો હતો અને તેની મારપીટનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો હતો, જેના સંદર્ભમાં પોલીસે તેને પકડીને જેલમાં નાખી દીધો હતો.

આ મામલો તિરુવનંતપુરમના મલયંકીઝૂનો છે. આરોપી પતિ દિલીપ અને પીડિતા પત્ની અથિરા લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યાં પછી લવમેરેજ કર્યા હતાં. 16 ઓક્ટોબરે દિલીપ નશાની હાલતમાં ઘરે પહોંચ્યો હતો. આ પછી તેણે નશામાં જ પત્ની અથિરાને ઢોરમાર માર્યો હતો. વાત એમ છે કે અથિરા એક સુપર માર્કેટમાં કામ કરે છે, જે દિલીપને પસંદ નહોતું.

અથિરાને ખરાબ રીતે મારપીટ કર્યા પછી દિલીપે એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તે જણાવે છે કે તેણે અથિરાને કેમ મારી? આ પછી તે કેમેરા પત્ની તરફ કરી દે છે. અથિરા રડતાં-રડતાં કહે છે કે લોનની ચૂકવણી માટે તે નોકરી કરી રહી છે.

પરંતુ હવે તે આ નોકરી છોડી દેશે. વીડિયોમાં અથિરાના ચહેરા અને માથાના ભાગે ઈજા પહોંચી છે તે સાફ દેખાઈ આવે છે. તો દિલીપ નશમાંની હાલતમાં દેખાઈ રહ્યો છે.અથિરા અને દિલીપને લવ મેરેજ થયાં છે. તેમને બે બાળકો પણ છે.

દિલિપ રોજ દારૂ પીને આવતો હતો અને ઘરે આવીને અથિરા સાથે મારપીટ કરતો હતો. આના કારણે તેને પોતાના પરિવાર સાથે એક ઘરથી બીજા ઘરે શિફ્ટ થવું પડતું હતું. છેલ્લા 6 મહિનામાં તેઓએ છ અલગ-અલગ ઘર બદલાવવા પડ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed