ગુજરાત ભારત

PM મોદી સમગ્ર ભારત માટે ગુજરાતમાં મહત્વનું મિશન કરશે લોન્ચ , લાઇફ સ્ટાઇલ ફોર એનવાયરમેન્ટ મિશન…જુઓ અહી

PM મોદી સમગ્ર ભારત માટે ગુજરાતમાં મહત્વનું મિશન કરશે લોન્ચ , લાઇફ સ્ટાઇલ ફોર એનવાયરમેન્ટ મિશન…જુઓ અહી,ભારતની સફળતા પર નજર કરીએ તે પહેલા મિશન લાઈફ શું છે અને ભારતનું સ્થાન ક્યાં છે, પર્યાવરણના રક્ષણ-જાળવણી ક્ષેત્રે આપણે કેટલું આગવું સ્થાન ધરાવીએ છીએ, તેની ABCD જાણી લઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એકતાનગર (કેવડીયા) ખાતે લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરનમેન્ટ અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં યુનોના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની ઉપસ્થિતિમાં મિશન લાઈફનું લોન્ચિંગ કરશે. ગુજરાતના ઈતિહાસમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા હોય તેવી પ્રથમ ઘટના છે.

આ સાથે જ ૧૨૦ દેશના રાજદૂતો પણ એકતાનગર ખાતે ઉપસ્થિત રહેશે. ત્યારે આ અવસરે તા. ૦૫ જૂન ૨૦૨૨ના રોજ પ્રધાનમંત્રીના હસ્તે લૉન્ચ થયેલી વૈશ્વિક પહેલ ‘પર્યાવરણ માટે જીવનશૈલી – LiFE ઝુંબેશ’માં ભારતના યોગદાન, પ્રતિબદ્ધતા અને સિદ્ધિઓ પર વર્ણન કરવાનું ચોક્કસ યોગ્ય લાગે. ભારતની સફળતા પર નજર કરીએ તે પહેલા મિશન લાઈફ શું છે અને ભારતનું સ્થાન ક્યાં છે, પર્યાવરણના રક્ષણ-જાળવણી ક્ષેત્રે આપણે કેટલું આગવું સ્થાન ધરાવીએ છીએ, તેની ABCD જાણી લઈએ..

ગયા વર્ષે ગ્લાસગોમાં ૨૬મી યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (COP26) દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા LiFEનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. આ વિચાર પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહિત કરે છે, જે ‘વિવેકહીન અને વિનાશક વપરાશ’ને બદલે ‘વિવેકશીલ અને હેતુસર ઉપયોગ’ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

૧લી નવેમ્બર ૨૦૨૧ના રોજ ગ્લાસગો ખાતે COP26 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા “પર્યાવરણ માટેની જીવનશૈલી (LiFE) ની વિભાવના રજૂ કરવામાં આવી હતી, જેમાં વ્યક્તિઓ અને સંસ્થાઓના વૈશ્વિક સમુદાયને LiFE ને એક આંતરરાષ્ટ્રીય જન આંદોલન તરીકે ચલાવવા માટે હાકલ કરવામાં આવી હતી.

LiFEનો હેતુ તેવી જીવનશૈલી જીવવાનો છે જે આપણી પૃથ્વી સાથે એકરૂપતા સાધે અને તેને નુકસાન ન પહોંચાડે. અને તે લોકો જે આવી જીવનશૈલી જીવે છે તેમને “પ્રો–પ્લાનેટ પીપલ” કહેવામાં આવે છે. મિશન LiFE ભૂતકાળ પાસેથી મેળવે છે, વર્તમાનમાં કાર્યન્વિત થાય છે અને ભવિષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે.

રિડ્યુસ, રિયુઝ અને રિસાઇકલના ખ્યાલો આપણા જીવનમાં વણાયેલા છે. ચક્રિય અર્થતંત્ર આપણી સંસ્કૃતિ અને જીવનશૈલીનો આંતરિક ભાગ છે.મિશન LiFE વર્ષ ૨૦૨૨-૨૩ થી વર્ષ ૨૦૨૭-૨૮ ના સમયગાળામાં પર્યાવરણના રક્ષણ અને સંરક્ષણ માટે વ્યક્તિગત અને સામૂહિક પગલાં લેવા માટે ઓછામાં ઓછા એક અબજ ભારતીયો અને અન્ય વૈશ્વિક નાગરિકોને એકત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

ભારતની અંદર વર્ષ-૨૦૨૮ સુધીમાં તમામ ગામડાઓ અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાંથી ઓછામાં ઓછા ૮૦% પર્યાવરણને અનુકૂળ બનવાનું લક્ષ્ય છે.સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (યુ.એન.ઈ.પી.) અનુસાર, જો આઠ અબજની વૈશ્વિક વસ્તીમાંથી એક અબજ લોકો તેમના રોજિંદા જીવનમાં પર્યાવરણને અનુકૂળ વર્તન અપનાવે તો વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં આશરે ૨૦ ટકાનો ઘટાડો થઈ શકે છે.

પર્યાવરણના સંરક્ષણ-સંવર્ધન માટે ભારતની સિદ્ધિઓ
(૧) વન ક્ષેત્ર અને વન્યજીવોમાં વધારો
(૨) સ્થાપિત ઇલેક્ટ્રિક ક્ષમતામાં વધારો
(૩) ઇથેનોલ સંમિશ્રણ લક્ષ્ય
(૪) પુન:પ્રાપ્ય ઉર્જાનો લક્ષ્યાંક

જ્યાં એક તરફ વિશ્વએ જળવાયુ અને પર્યાવરણીય સંકટને પહોંચી વળવા નીતિ અને નિયમનકારી પગલાં પર અપ્રમાણસર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, તો બીજી તરફ ભારતે મોટા પાયે વર્તન પરિવર્તનની ચળવળો દ્વારા લાંબા સમયથી ચાલી રહેલા વિકાસના પડકારોનો સામનો કરવામાં ઘણી સફળતાઓ દર્શાવી છે.

ઉદાહરણોમાં સ્વચ્છ સાગર સુરક્ષા સાગર અભિયાન, સ્વચ્છ ભારત મિશન, ઉજ્જવલા યોજના, ગીવ-ઇટ-અપ ઝુંબેશ અને અન્યનો સમાવેશ થાય છે. દાખલા તરીકે, એકલા સ્વચ્છ ભારત મિશને જ સામૂહિક કાર્યવાહીની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરીને ૫ વર્ષના ગાળામાં ગ્રામીણ ભારતમાં ૧૦૦ મિલિયનથી વધુ શૌચાલયોનું નિર્માણ અને ઉપયોગ કર્યો.

વ્યક્તિગત અને ઘરગથ્થુ-સ્તરની પ્રથાઓ પર્યાવરણ સાથે ભારતીયોના સચેત સંબંધને સમાનરૂપે પ્રતિબિંબિત કરે છે. ઉદાહરણ તરીકે, માટીના વાસણો સામાન્ય રીતે રસોઈ અને સેવાના હેતુઓ માટે વપરાય છે. સમગ્ર દેશમાં, શેરી અને જાહેર ખાદ્ય સંસ્થાઓ છોડ આધારિત બાયોડિગ્રેડેબલ વાસણો (સાલ વૃક્ષના પાંદડા)માં ભોજન અને માટીના વાસણો (કુલ્લડ) માં ચા પીરસે છે.

પાણી-કાર્યક્ષમ વાસણો/કપડાં ધોવાની પ્રથાઓથી માંડીને છોડ આધારિત ખોરાક માટે આહારની પસંદગીઓ અને અનુકૂલનશીલ સ્થાપત્ય સ્વરૂપો કે જે વીજળીનો વપરાશ ઓછો કરે છે. ભારતીય જીવનશૈલીના અનેક ઘટકો પર્યાવરણ માટે જીવનશૈલી (LiFE)ના પાયા તરીકે કામ કરી શકે છે.

એક વૈશ્વિક કાર્યક્રમના રૂપમાં, મિશન LiFE એ સ્થિરતા પ્રત્યે આપણા સામૂહિક દ્રષ્ટિકોણમાં ત્રણ મુખ્ય ફેરફારની કલ્પના કરી છે, જે તબક્કાવાર રીતે પ્રાપ્ત કરવામાં આવ્યું છે:
(૧) માંગમાં ફેરફાર (પ્રથમ તબક્કો) : દુનિયાભરમાં લોકોને પોતાના દૈનિક જીવનમાં સરળ પરંતુ પ્રભાવી પર્યાવરણને અનુકૂળ કાર્યોનો અભ્યાસ કરવા માટે પ્રેરિત કરવા;
(૨) પુરવઠામાં ફેરફાર (બીજો તબક્કો) : મોટા પાયે વ્યક્તિગત-માંગમાં ફેરફાર થકી ઉદ્યોગો અને બજારોને ધીમે-ધીમે પ્રતિક્રિયા આપવી અને સંશોધિત બજારની માંગ અનુસાર પુરવઠા અને પ્રાપ્તિને અનુરૂપ બનાવવાની અપેક્ષા રાખે છે;
(૩) નીતિમાં ફેરફાર (ત્રીજો તબક્કો): ભારત અને વિશ્વની માંગ અને પુરવઠાની ગતિશીલતાને પ્રભાવિત કરીને, મિશન LiFE નું લાંબા ગાળાનું વિઝન મોટા પાયે ઔદ્યોગિક નીતિ અને સરકારી નીતિમાં પરિવર્તન લાવવાનું છે, જે ટકાઉ વપરાશ અને ઉત્પાદન બંનેને સમર્થન આપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *