નોરા ફતેહિનો બાંગ્લાદેશમાં ડાંસ શો હતો , પરંતુ પછી દેશે આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને શો કેન્સલ કરી નાખ્યો…જુઓ અહી,બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ડાન્સ પર્ફોર્મ કરવાની હતી. જોકે, બાંગ્લાદેશ સરકારે આ શો કેન્સલ કરી દીધો છે. બાંગ્લાદેશ સરકારે ડૉલર બચાવવા માટે આ પગલું ભર્યું છે.
બાંગ્લાદેશની કલ્ચરલ મિનિસ્ટ્રીએ 17 ઓક્ટોબરના રોજ નોટિસ ઇસ્યૂ કરી હતી. બાંગ્લાદેશની આર્થિક સ્થિતિને જોતા સરકારે નોરા ફતેહીને શોમાં આવવાની પરમિશન આપી નથી.વિમન લીડરશિપ કોર્પોરેશને ઢાકામાં ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી હતી. આ ઇવેન્ટમાં નોરા ફતેહીને અવૉર્ડથી સન્માનિત કરવામાં આવવાની હતી. આ સાથે જ ડાન્સ માટે ઇન્વાઇટ કરી હતી.
જોકે, સરકારે હવે નોરાને ઢાકા આવવાની પરમિશન આપી નથી. સાંસ્કૃતિ મંત્રાયલે પોતાની નોટિસમાં ફોરેન એક્સચેન્જ રિઝર્વની કમી તથા ડૉલરની ચૂકવણી પર સેન્ટ્રલ બૅંકના રજિસ્ટ્રેશનની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે 12 ઓક્ટોબર સુધી બાંગ્લાદેશનું ફોરેન એક્સચેન્જ ઘટીને 36.33 બિલિયન ડૉલર સુધી આવી ગયું હતું.
એક વર્ષ પહેલાં 46.13 બિલિયન ડૉલર હતું. સરકાર ફોરેન એક્સચેન્જના પૈસા અન્ય દેશમાં જવા દેવા માગતી નથી.નોરા ફતેહી હાલમાં ‘ઝલક દિખલા જા 10’માં જજ પેનલમાં જોવા મળે છે. આ સાથે જ તે ‘થેંક ગોડ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેણે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે આઇટમ સોંગ કર્યું છે.
નોરા FIFAના ઓપનિંગ તથા ક્લોઝિંગ સેરેમનીમાં પર્ફોર્મ કરશે. આ માટે નોરા પાસે કોન્ટ્રાક્ટ સાઇન કરાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નોરા ક્લોઝિંગ સેરેમનીમાં લોકપ્રિય હિંદી સોંગ્સ પર ડાન્સ કરતી જોવા મળશે.