ભૂલભૂલૈયા ફિલ્મના ડિરેક્ટરે આદીપુરૂષ ફિલ્મના ડિરેક્ટરને સુપરકાર ગિફ્ટ કરી , કરોડોની કિંમત વારી ફેરારી કાર આપી ગિફ્ટ…

0

ભૂલભૂલૈયા ફિલ્મના ડિરેક્ટરે આદીપુરૂષ ફિલ્મના ડિરેક્ટરને સુપરકાર ગિફ્ટ કરી , કરોડોની કિંમત વારી ફેરારી કાર આપી ગિફ્ટ…,બોલિવૂડ ફિલ્મ ‘આદિપુરુષ’ અંગે ઘણો જ વિવાદ થયો હતો. ફિલ્મે હિંદુ ભાવનાને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે, આ તમામની વચ્ચે ડિરેક્ટર ઓમ રાઉતને ફિલ્મના પ્રોડ્યૂસરે મોંઘીદાટ કાર ગિફ્ટમાં આપી છે.

ઉલ્લેખનીય છે કે ભૂષણ કુમારે થોડાં સમય પહેલાં જ કાર્તિક આર્યનને સ્પોર્ટ્સ કાર મેકલારેન GT આપી હતી.ભૂષણ કુમારે ઓમ રાઉતને ફેરારી F8 ટ્રિબૂટો કાર આપી છે. લાલ રંગની કારની કિંમત 4.8 કરોડથી વધુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

‘આદિપુરુષ’ રામાયણ પર આધારિત છે. ટીઝર રિલીઝ થયા બાદ યુઝર્સે કહ્યું હતું કે ફિલ્મમાં સૈફે રાવણનો નહીં, પરંતુ મુઘલ શાસકનો રોલ પ્લે કર્યો હોય તેમ લાગે છે. સો.મીડિયામાં #SAIF અને #Disappointingadipurush ટ્રેન્ડ થયું હતું.

ઓમ રાઉતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘મને ઘણું જ દુઃખ થયું, પરંતુ નવાઈ લાગી નથી, કારણ કે ફિલ્મ બિગ સ્ક્રીન માટે તૈયાર કરવામાં આવી છે. તમે એક લિમિટ સુધી કટ કરી શકો છો, પરંતુ મોબાઇલમાં જોવાલાયક બનાવી શકતા નથી. જો આ મારા હાથમાં હોત તો હું યુટ્યૂબ પર ક્યારેય ટીઝર રિલીઝ કરત નહીં, પરંતુ આ સમયની ડિમાન્ડ છે. વધુમાં વધુ ઓડિયન્સ સુધી આ ફિલ્મ પહોંચે એ માટે ટીઝર વિવિધ સો.મીડિયા પ્લેટફોર્મ પર રિલીઝ કરવું જરૂરી હતી.’

ઓમ રાઉતે વધુમાં કહ્યું હતું, ‘અમારી ફિલ્મ માટે સિનિયર સિટિઝન્સ મુખ્ય દર્શકો છે. તેઓ થિયેટરમાં બહુ ઓછા જાય છે. અમે ઈચ્છીએ છીએ કે દૂર-દૂરના લોકો પણ અમારી ફિલ્મ જુએ, કારણ કે આ રામાયણ છે.

આ ફિલ્મ કોઈ એક માટે નથી, પરંતુ દરેક જનરેશનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.ઓમ રાઉતના ડિરેક્શનમાં બનેલી ‘આદિપુરુષ’ આવતા વર્ષે 12 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ હિંદી, તેલુગુ, તમિળ, કન્નડ તથા મલયાલમમાં રિલીઝ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed