international ગુજરાત

અરે આતો ચમત્કાર થઈ ગયો , કમાથી પ્રેરણા લઈને તેના જેવા દેખાતા વ્યક્તિએ કેનેડાના ડાયરામાં મોજ કરાવી…

અરે આતો ચમત્કાર થઈ ગયો , કમાથી પ્રેરણા લઈને તેના જેવા દેખાતા વ્યક્તિએ કેનેડાના ડાયરામાં મોજ કરાવી…, ગુજરાત બાદ હવે વિદેશની ધરતી પર કમા પર રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે… કમાભાઈને પોતાના કાર્યક્રમમાં બોલાવવા લોકો તલપાપડ બન્યા છે.. કમાભાઈની વિદેશમાં ભારે ડિમાન્ડ.

ગુજરાતના લોકગાયક કીર્તિદાન ગઢવીએ કમાલ કરી દીધી. કીર્તિદાનના એક પ્રયાસથી કોઠારિયા જેવા નાનકડા ગામના કમાને દેશવિદેશમાં ફેમસ કરી દીધો છે. ત્યારે હવે વિદેશોમાં પણ કમાની ભારે ડિમાન્ડ ઉભી થઈ છે. હાલ અનેક દેશોમાં નવરાત્રિ બાદ ગરબાના કાર્યક્રમો આયોજિત થઈ રહ્યાં છે, જ્યાં કમાને બોલાવવા લોકો તલપાપડ થઈ રહ્યાં છે.

બન્યું એમ હતું કે, 15 ઓક્ટોબરે કીર્તદાન ગઢવીનો કાર્યક્રમ કેનેડામાં યોજાયો હતો. જેમાં પણ કમાની ડિમાન્ડ થઈ હતી. આ ડિમાન્ડ વચ્ચે અચાનક કમા સ્ટેજ પર હાજર થઈ ગયો હતો. કમાને સ્ટેજ પર જોતા જ ઓડિયન્સમાં ચીચીયારીઓ પડી હતી. લોકોમા જુસ્સો વધ્યો હતો. તો બીજી તરફ, કમાએ પણ પોતાની કમાલ બતાવી હતી.

કમાની એક કલાકની હાજરીએ લોકોનાં દિલ જીત્યા હતા, કમા પર ડોલરોનો વરસાદ થયો હતો.અમેરિકાથી કમા જેવા આબેહૂબ લાગતા એક યુવકને કાર્યક્રમમાં બોલાવવામા આવ્યો હતો. તે એક કલાક કેનેડાના કાર્યક્રમમાં હાજરી આપીને પરત જતો રહ્યો હતો. પરંતુ એક કલાકમાં તેણે કેનેડિયન ગુજરાતીઓને ઘેલુ લગાડ્યુ હતું.

મૂળ સુરત ખાતેના બારડોલી સાગર મહેશભાઈ પટેલ જેવો વર્ષોથી અમેરિકામાં સ્થાયી છે. સાગર પટેલ અમેરિકામાં ઓક્લાહોમામાં રહે છે. તેઓ પણ હેન્ડિકેપ છે. તેઓ વધારે બોલી શકતા પણ નથી. થોડું થોડું બોલે છે અને અમેરિકામાં પણ તેઓ કોઈ સંસ્થામાં રહે છે. જેઓ કમા જેવા દેખાતા હોવાથી તેમને કેનેડાના કાર્યક્રમમાં બોલાવાયા હતા.

15 ઓક્ટોબરે વિન્ડસરમાં કીર્તિદાને ગરબાની રમઝટ બોલાવી હતી. હાલ તેઓ કેનેડાના પ્રાવસે છે. જ્યાં કેનેડામાં અલગ અલગ પાંચ સ્થળોએ ગરબાનું આયોજન કરાયું છે. 15 ઓક્ટોબરના રોજ વિન્ડસરમાં આયોજિત ગરબામાં અમેરિકાના સાગર પટેલને કમા તરીકે બોલાવાયા હતા. મૂળ કલોલના અને કેનેડા સ્થાયી થયેલા મનોજ પટેલ દ્વારા આ રાસ ગરબાનું આયોજન કરાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *