પશ્ચિમ બંગાળની ટ્રેનમાં વ્યક્તિએ ગુસ્સામાં આવીને યુવકને ટ્રેનની બહાર ધક્કો મારી દીધો…જુઓ અહી,પશ્ચિમ બંગાળના બીરભૂમમાં યુવકને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવાની હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. બે યુવકો ટ્રેનમાં સફર કરી રહ્યા હતા, ત્યારે તેમના વચ્ચે બબાલ થઇ ગઇ. ધીરે ધીરે મામલો વધુ ઉગ્ર બન્યો. જોતજોતામાં આરોપીએ યુવકને ધક્કો દઈ દીધો.
પોલીસે આરોપી ધરપકડ કરી લીધી છે. અન્ય કેટલાક લોકો વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, આધેડ વ્યક્તિ અને યુવક પહેલા કોઈ વાતને લઇને બોલાચાલી કરી રહ્યા છે. ત્યાર બાદ બન્ને ઉભા થઇને ટ્રેનના દરવાજા પાસે ચાલ્યા જાય છે.
જોતજોતામાં મામલો મારામારી સુધી પહોંચી ગયો. યુવક આધેડ યુવકને પર હાથ ઉઠાવે છે, જ્યારબાદ આધેડ વ્યક્તિને ગુસ્સો આવી જાય છે અને તે ઝઘડો કરી રહેલા યુવકને ચાલતી ટ્રેનથી બહાર ધક્કો આપી દે છે. પછી પોતાની સીટ પર આવીને બેસી જાય છે. આ દરમિયાન અન્ય મુસાફરો વીડિયો બનાવતા રહે છે, પરંતુ ઝઘડો રોકવાનો પ્રયત્ન નથી કરતા.
#MamataBanerjee #NarendraModi#AmitShah
Howrah to malda intercity Express at yesterday 7:57 pic.twitter.com/hv64rfy6WS— Sandeepkumar (@sandeeplahoti29) October 16, 2022
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના શનિવારે બીરભૂમ જિલ્લાના તારાપીઠ રોડ અને રામપુરહાટ રેલવે સ્ટેશન વચ્ચે થઇ. હાવડાથી માલદા જનારી ઇન્ટરસિટી એક્સપ્રેસમાં લોકો સફર કરી રહ્યા હતા. ત્યારે તેમાં બે લોકો ઝઘડવા લાગ્યા. ગુસ્સામાં આવીને એક વ્યક્તિએ બીજાને ટ્રેનથી ફેંકી દીધો.
પોલીસે જણાવ્યું કે, ઇજાગ્રસ્ત યુવકની ઓળખ સજલ શેખ તરીકે થઇ છે, જે બીરભૂમના રામપુરહાટનો રહેવાસી છે. રેલવે પોલીસને સજલ લોહીલૂહાણ હાલતમાં ટ્રેક પર મળ્યો. તેને રામપુરહાટ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તેને દાખલ કરાયો, જ્યાં તેમની હાલત ગંભીર છે. જોકે, આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.