એક શર્મનાક ઘટના સામે આવી , સાસુના પરાયા યુવક સાથે અવેધ સબંદને ચલતે યુવતીએ ડરીને પોતાનું જીવન ટૂંકાવ્યું…

0

એક શર્મનાક ઘટના સામે આવી , સાસુના પરાયા યુવક સાથે અવેધ સબંદને ચલતે યુવતીએ ડરીને પોતાનું જીવન ટૂંકાવ્યું…,અનૈતિક સંબંધના કારણે ફરી એક વાર આપઘાતની ઘટના બની છે. અમદાવાદ શહેર ના શહેરકોટડા વિસ્તારમાં રહેતી એક યુવતીએ સાસુના એક યુવક સાથેના આડા સંબંધોથી કંટાળીને જીવન ટુંકાવ્યુ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં રહેતા નવિન સોનારા ના બહેન અંજનાએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. તેની પાછળનું કારણ અન્ય કોઈ નહીં પરંતુ સાસુના એક યુવક સાથેના આડા સંબંધ છે. મૂળ દહેગામની યુવતીએ અમદુપુરામાં યુવક સાથે લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ સાસરીમાં તેને સારી રીતે રાખવામાં આવતી હતી. પરંતુ છેલ્લા એક મહિનાથી તેના સાસુ અને આ ગુનાના મુખ્ય આરોપીને એક ભુપેન્દ્ર નામના યુવક સાથે આડા સંબંધ હોવાથી તે યુવતીના ઘરે અવરજવર કરતા હતો જેથી તેની સાસુ ને સમજવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ સાસુ ન માનતા પતિને જાણ કરી હતી.પુત્રવધુએ દીકરાને પોતાની કાળી કરતૂત વિશે જાણ કરી હોવાની બાબતનો ખાર રાખી દિકરો નોકરી પર જાય ત્યારે સાસુ યુવતી સાથે બોલાચાલી કરી હેરાન કરતી હતી. યુવતીના પતિ એ માતાના મિત્રને પણ ઠપકો આપ્યો હતો.

પરંતુ સાસુ તેની સાથે દરરોજ ઝઘડો કરી ત્રાસ આપતા હતા અને સસરા ને પુત્રવધુ વિરુદ્ધ ચડામણી કરવી તેને હેરાન કરતી હોવાનું જણાવતા. 14મી ઓક્ટોબરના રોજ અંજનાએ સવારે 9 વાગે ભાઈને ફોન કરી સાસરીમાં સાસુ-સસરા હેરાન પરેશાન કરી ત્રાસ આપતા હોવાથી તે કંટાળી ગઈ હોવાનું જણાવ્યું હતું.

અને અંતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.યુવતીના ભાઈને આ મામલે જાણ કરતા તેઓ એ શહેરકોટડા પોલીસ મથકે બહેનના સાસુ અને સસરા સામે આત્મહત્યા દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed