ગુજરાત વડોદરા

વડોદરામાં ખુલેઆમ દાદાગીરી જોવા મળી , અમુક વિધર્મીના ટોળાએ મંદિરના પૂજારી પર હુમલો કર્યો…જુઓ અહી

વડોદરામાં ખુલેઆમ દાદાગીરી જોવા મળી , અમુક વિધર્મીના ટોળાએ મંદિરના પૂજારી પર હુમલો કર્યો…જુઓ અહી,વડોદરાના ફતેગંજમાં પૂજારી પર વિધર્મી લોકો દ્વારા હુમલાની ઘટનામાં 3 લોકોની ધરપકડ… આરતી સમયે સ્પીકરનો અવાજ ઓછો કરવાનું કહી તલવારથી 12 શખ્સોએ પરિવાર પર કર્યો હતો હુમલો.

વડોદરામાં મંદિરમાં ઘૂસી વિધર્મીઓના ટોળાએ પૂજારી અને તેના પરિવાર પર ઘાતકી હુમલો કરતાં હડકંપ મચી જવા પામ્યો છે. ટોળાએ મંદિરમાં આરતીનો અવાજ ઓછો કરવાની ધમકી આપી પૂજારી અને તેમના પરિવાર પર હુમલો કરતા વાતાવરણ તંગ બન્યું છે. ત્યારે પોલીસ દ્વારા હુમલાની આ ઘટનામાં 3 લોકોની ધરપકડ કરાઈ છે. આરતી સમયે સ્પીકરનો અવાજ ઓછો કરવાનું કહી તલવારથી 12 શખ્સોએ પરિવાર પર હુમલો કર્યો હતો.

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ કલ્યાણ નગર સરકારી આવાસના મકાનોમાં માતાજીના મંદિરમાં વિધર્મીઓના ટોળાએ ઘૂસી મંદિરના પૂજારી અને તેમના પરિવાર પર ઘાતકી હુમલો કર્યો. બનાવ એવો છે કે કાલે સાંજે વિધર્મીઓ ક્રિકેટ રમતા હતા, તે સમયે મંદિરમાં 11 માસના બાળકને બોલ વાગ્યો હતો.

જે બાદ પરિવારે ટકોર કરતાં ટોળાએ આ બાબતને લઈ મંદિરમાં આરતી વગાડો છો તો અમને પણ હેરાનગતિ થાય છે તેવું કહી બબાલ કરી હતી. સાથે જ આરતીનો અવાજ ઓછો કરવા માટે પણ ટકોર કરી હતી. બાદમાં વિધર્મીઓના ટોળાએ મંદિરના પૂજારી વિઠ્ઠલભાઈ ઠાકોર, ભરત ઠાકોર, જતીન ઠાકોર, દરિયા ઠાકોર અને જાનકી ઠાકોર પર હુમલો કર્યો.

મંદિરમાં રહેલી માતાજીની તલવારથી પણ વિધર્મીઓએ પૂજારી અને પરિવાર પર હુમલો કર્યો. તેમજ તલવાર પણ પોતાની સાથે લઈ ગયા. જે મામલે પરિવારે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. પરિવારે વિધર્મીઓના ટોળા પર મંદિરની ખાલી કરાવવાની ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો. સાથે જ કેસરી ઝંડી જે લગાવી હતી તે પણ વિધર્મીઓએ તોડી નાખી હોવાનો આક્ષેપ કર્યો.

મંદિરના પૂજારી અને પરિવાર પર કેટલાક યુવકોના ટોળાએ હુમલો કર્યો હતો. શાબ નબી, સોનું, મોનું, સલીમ પઠાણ, પપ્પુ પઠાણ સહિત અનેક લોકોના ટોળાએ હુમલો કર્યો. મહત્વની બાબત છે કે સમગ્ર ઘટના બનતા શહેરના સંત જ્યોતિરનાથ મહારાજ અને હિન્દુ સંગઠનો મંદિર પર પહોંચી પરિવારની મુલાકાત કરી.

જ્યોર્તિનાથ મહારાજે આક્ષેપ કર્યો કે વિધર્મીઓના ટોળાએ સુનોયોજીત કાવતરું કરી પૂજારી અને પરિવાર પર હુમલો કર્યો. વિધર્મીઓ પરિવારમાં ડરનો માહોલ ઉભો કરી રહ્યા છે ત્યારે પોલીસ કમિશનર અને સયાજીગંજ પોલીસ સ્ટેશનના અધિકારીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવશે.

સયાજીગંજ પોલીસે સમગ્ર મામલે અત્યારસુધી 9 આરોપીઓની ઓળખ કરી છે જેમાંથી 4 આરોપીઓને પકડી પણ પાડ્યા છે. પોલીસે આરોપીઓ સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. તેમજ જૂની અદાવતને લઈને હુમલો થયો હોવાનું પ્રાથમિક તારણ પોલીસ કાઢી રહી છે.

મહત્વની વાત છે કે મંદિરના પૂજારી અને પરિવાર પર હુમલો કર્યો, સાથે જ મંદિરમાં તોડફોડ પણ કરી જેને લઈ શહેરનું વાતાવરણ ડહોળવાનું કામ કર્યું છે, ત્યારે પોલીસ આવા અસામાજિક તત્ત્વોને પકડી કડક કાર્યવાહી કરે અને પૂજારી પરિવારને સુરક્ષા આપે તેવી હિન્દુ સંગઠનો માંગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *