તમારું બેંકનું કામકાજ વેલા પતાવી લેજો , કારણ કે 24 થી 26 તારીખ બેંક બંધ રહેશે…જુઓ અહી,ઑક્ટોબર મહિનો અડધો કરતાં વધુ પૂરો થઈ ગયો છે. તહેવારોની સિઝનના કારણે મહિનાના પ્રથમ બે અઠવાડિયામાં બેંકો ઘણા દિવસો સુધી બંધ રહી હતી. આગામી 14 દિવસ એટલે કે 18થી 31 ઓક્ટોબર દરમિયાન કુલ 9 દિવસ બેંકો બંધ રહેશે.
જો તમારી પાસે આવનારા દિવસોમાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો તેને જલ્દી પતાવી લેજો.રિઝર્વ બેંકના હોલિડે કેલેન્ડર મુજબ, દિવાળી, ગોવર્ધન પૂજા અને ભાઈ બીજ સહિત અન્ય વિવિધ પ્રસંગોએ 17 ઓક્ટોબર પછી બેંકો બંધ રહેશે. જો કે, બેંક રજાઓ રાજ્યો અને શહેરોમાં અલગ અલગ હોય છે.
ઘણા રાજ્યોમાં, ત્યાંના સ્થાનિક મોટા તહેવારો પર જ બેંકોમાં રજા હોય છે.22થી 24 ઓક્ટોબર સુધી તમામ જગ્યાએ બેંક બંધ રહેશે. 22એ ચોથો શનિવાર અને 23ના રોજ રવિવાર હોવાને કારણે બેંક બંધ રહેશે. 24 ઓક્ટોબરે દિવાળીના કારણે, ગંગટોક, હૈદરાબાદ અને ઇમ્ફાલ સિવાય તમામ સ્થળોએ બેંકોમાં કામ બંધ રહેશે.
બીજી તરફ જયપુરમાં 25 ઓક્ટોબરે પણ બેંકો બંધ રહેશે.ભારતીય શેરબજાર 24મી ઓક્ટોબર એટલે કે દિવાળી અને 26મી ઓક્ટોબર, બુધવારે દિવાળી બલિપ્રતિપદાના કારણે બંધ રહેશે. જો કે, દિવાળી પર, શેરબજારો એક કલાક (સાંજે 6.15 થી 7.15 સુધી)ના વિશેષ સત્ર માટે ખુલશે.
આ દિવસે એક કલાક માટે મુહૂર્ત ટ્રેડિંગ થશે.બીજી તરફ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (MCX)નું ટ્રેડિંગ 24 અને 26 ઓક્ટોબરના ફસ્ટ હાફ(9 થી 5 વાગ્યાની વચ્ચે)માં બંધ રહેશે. આ ઉપરાંત શનિવાર અને રવિવારે પણ બજારો બંધ રહેશે.