બૉલીવુડ

આયુષમાન ખુરાનાની નવી ફિલ્મે બીજા દિવસે ઉછાળો માર્યો , છેલ્લા 2 દિવસોમાં કરી નાખી 9 કરોડની કમાણી…

આયુષમાન ખુરાનાની નવી ફિલ્મે બીજા દિવસે ઉછાળો માર્યો , છેલ્લા 2 દિવસોમાં કરી નાખી 9 કરોડની કમાણી…,બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના તથા રકુલ પ્રીત સિંહની ફિલ્મ ‘ડૉક્ટર G’ની કમાણીમાં બીજા દિવસે ઉછાળો જોવા ણળ્યો હતો. ફિલ્મે રિલીઝના બીજા દિવસે 5.22 કરોડની કમાણી કરી છે. ફિલ્મે પહેલા દિવસે 3.87 કરોડનું કલેક્શન કર્યું છે.

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સો.મીડિયામાં ફિલ્મની કમાણીના આંકડા શૅર કર્યા હતા. તેમણે કહ્યું હતું, ‘ડૉક્ટર G’ની બીજા દિવસની કમાણીમાં 34.88%નો ઉછાળો જોવા મળ્યો. શહેરમાં ફિલ્મની કમાણી સારી રહી, પરંતુ માસ સર્કિટમાં ઓછું રહી.

શુક્રવારે 3.87 કરોડ, શનિવારે 5.22 કરોડ, કુલ 9.09 કરોડ.ફિલ્મને ઓડિયન્સ અને ક્રિટિક્સે મિક્સ્ડ રિસ્પોન્સ આપ્યો છે. ઘણાંને આ ફિલ્મ ગમી છે તો કેટલાંકે આ ફિલ્મને બકવાસ ગણાવી છે. ફિલ્મમાં શૈફાલી શાહ પણ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મ 14 ઓક્ટોબરના રોજ 2500 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે.

14 ઓક્ટોબરે પરિણીતી ચોપરાની ફિલ્મ ‘કોડ નેમ તિરંગા’ પણ રિલીઝ થઈ છે. આ ફિલ્મે પહેલા દિવસે 15 લાખની કમાણી કરી હતી, જ્યારે બીજા દિવસે 30 લાખ કમાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *