બાદશાહની ખૂબસૂરત ગર્લફ્રેન્ડના ફોટોસ થઈ રહ્યા છે વાયરલ , બધા જોઈને કહી રહ્યા છે સુંદરતા હોય તો આવી…જુઓ તસવીરો,રિપોર્ટ અનુસાર, ઈશા અને બાદશાહની મુલાકાત એક પાર્ટીમાં કોમન ફ્રેન્ડ તરીકે થઈ હતી, જેના બાદથી તેમના વચ્ચે પ્રેમ પાંગર્યો છે.
રૈપર બાદશાહ પોતાના ગીતને કારણે હંમેશા ચર્ચામા રહે છે. તેના ગીતો હંમેશા ટ્રેન્ડમાં રહેતા હોય છે. જોકે, આ વખતે બાદશાહના અફેરે સૌનું ધ્યાન ખેંચ્યુ છે. ખબર છે કે, બાદશાહનુ દિલ કોઈ હસીના પર આવ્યુ છે. બાદશાહ હાલ પંજાબી એક્ટ્રેસ ઈશા રિખીને ડેટ કરી રહ્યાં છે.
બાદશાહનું મૂળ નામ આદિત્ય પ્રતીકસિંહ સિસોદીયા છે, જે લગભગ બે વર્ષ પહેલા પત્ની જસ્મીનથી અલગ થયા હતા. બાદશાહ અને જસ્મીનની એક દીકરી છે. સૂત્રો અનુસાર, બાદશાહની પત્ની પોતાની દીકરીની સાથે લંડન શિફ્ટ થઈ ગઈ છે. પરંતુ બાદશાહનું દિલ હવે બીજી પંજાબી કુડી પર આવી ગયું છે.
રિપોર્ટ અનુસાર, પત્નીથી અલગ થયા બાદ બાદશાહની લવ લાઈફમાં પંજાબી એક્ટ્રેસ ઈશા રિખીની એન્ટ્રી થઈ છે.મીડિયા રિપોર્ટસ અનુસાર, બાદશાહ ઈશા રિખીને ડેટ કરી રહ્યો છે. બંનેના અફેરને લગભગ 1 વર્ષ થઈ ગયુ છે. જોકે, ન તો બાદશાહ ન તો ઈશા, કોઈએ પણ આ રિલેશનશિપની ઓફિશિયલ જાહેરાત કરી છે.