ફેસબુકના માલિકનું ફેસબૂક પેજ ડાઉન થતું જોવા મળ્યું , માર્ક ઝુકરબર્ગના ફોલોવર્સમાં 11.9 કરોડથી સીધા 10 હાજર થઈ ગયા…,મેટા CEO માર્ક ઝકરબર્ગના ફેસબુક ફોલોઅર્સ અચાનક ઘટી ગયા છે. આ સાથે ઘણા યુઝર્સે તેમના ફોલોઅર્સ ઘટવાની ફરિયાદ કરી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ બગને કારણે થયું છે.
અગાઉ તેમના 11.9 કરોડ (119 મિલિયન) ફોલોઅર્સ હતા, પરંતુ બુધવારે બપોરે 12 વાગ્યા સુધી માત્ર 9 હજાર 995 જ રહ્યા.ઝકરબર્ગનું પ્રોફાઇલ પેજ પણ હવે એપ પર દેખાતું નથી. એને ઓપન કરતાં એક મેસેજ દેખાય છે. એમાં લખેલું દેખાય છે, ‘આ પેજ અવેલેબલ નથી’. કેટલીક ટેક્નિકલ ભૂલને કારણે આ બન્યું છે.
ઉપરાંત વેબ પેજ પર તેના ફોલોઅર્સની ઘટેલી સંખ્યા સ્પષ્ટપણે જોઈ શકાય છે. હજુ સુધી ફેસબુક કે ઝકરબર્ગે આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.આ પહેલાં મંગળવારે (11 ઓક્ટોબર) મેટાએ તેના ફેસબુક યુઝર્સને ડેટાચોરી અંગે ચેતવણી આપી હતી.
મેટાએ જણાવ્યું હતું કે એન્ડ્રોઇડ અને iOS પરની કેટલીક એપ્સ તેમના લોગ-ઇન ક્રેડેન્શિયલની ચોરી કરીને એનો દુરુપયોગ કરે છે. લગભગ 10 લાખ ફેસબુક યુઝર્સના લોગ-ઇન ક્રેડેન્શિયલની ચોરીનો મુદ્દો સામે આવ્યો છે. મોટા ભાગના ફોટો એડિટર, ગેમ્સ, VPN સર્વિસીઝ, બિઝનેસ અને યુટિલિટી એપ્સમાં આવી ભૂલો જોવા મળી છે.
તેના યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેટાએ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પર આવી 400 એપ્સ શોધી કાઢી છે. આ એપ્સનો યુઝ કરતા યુઝર્સની ફેસબુક ક્રેડેન્શિયલની ચોરી કરીને તેનો ખોટા હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.