વ્યક્તિએ ATM માં ચોરી કરી , અને કારણ પૂછતાં કહ્યું ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અને બહેનના લગ્ન કરવાના છે…

0

વ્યક્તિએ ATM માં ચોરી કરી , અને કારણ પૂછતાં કહ્યું ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અને બહેનના લગ્ન કરવાના છે…,સુરતના લીંબાયત મહાપ્રભુ નગર લોર્ડ ક્રિષ્ના સ્કુલ પાસે આવેલા આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમનો ચેસ્ટ ડોર ખોલવાની કોશિશ કરી અજાણ્યા ઇસમ દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચોરની તમામ હરકત એટીએમના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.આ મામલે લીંબાયત પોલીસ મથકમાં ગુનો નોધાયો હતો.

આ ગુનામાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં પરિવારની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય અને બહેનના લગ્ન કરવાના હોય જેથી ઝડપથી પૈસા એકઠા કરવા માટે એટીએમ મશીન તોડી પૈસા મેળવવાનો પ્લાન બનાવ્યો હતો.

સુરતના ડુંભાલ રોડ મહાપ્રભુનગર લોર્ડ ક્રિષ્ના સ્કુલ પાસે આઈસીઆઈસીઆઈ બેન્કનું એટીએમ આવેલું છે. 7 ઓક્ટોબરના રોજ રાત્રીના સમયે એક ઇસમ એટીએમમાં આવ્યો હતો અને બાદમાં એટીએમ મશીનની નીચેના ભાગે રહેલા ચેસ્ટ ડોર ખોલવાની કોશિશ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે તેને સફળતા ના મળતા તે ત્યાંથી નાસી ગયો હતો.

આ અંગેની જાણ થતા એટીએમ મેનેજર બીપીનભાઈ વિઠ્ઠલભાઈ વરીયાએ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે લીંબાયત પોલીસે ગુનો નોંધ્યો હતો.આ દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે લીંબાયત મહાપ્રભુનગર ચાર રસ્તા પાસેથી આરોપી ફઈયાજ અહેમદ નિયાજ અહેમદને ઝડપી પાડ્યો હતો.

Icici બેંકના એટીએમ માં કરવામાં આવેલી ચોરીના પ્રયાસની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી ઘટના અંગે બેંકના મેનેજરને ખબર પડતા બેંકના મેનેજર દ્વારા સીસીટીવી સાથે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી સીસીટીવી માં જણાવ્યું હતું કે યુવક બેંકના એટીએમ માં પ્રવેશ કરે છે.

એટીએમ મશીન ના મુખ્ય દ્વારને તોડવાનો અથવા કોઈક રીતે ખોલવાનું પ્રયાસ કરી રહ્યો છે આ પ્રકારના દ્રશ્ય જોઈ લિંબાયત પોલીસે ગુનો નોંધી ચોરી કરવા આવનાર ઈસમને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચ ની ટીમે બાતમીના આધારે ચોરી કરવા આવનારને ઝડપી પાડ્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એટીએમમાં ચોરી કરવા આવનાર ફઈયાજ અહેમદ નિયાજ અહેમદની ધરપકડ કરી કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે ડાઈંગનું કામકાજ કરે છે. અને પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. પોતે પરિવારનો સૌથી મોટો પુત્ર છે.તેની બહેનના નવેમ્બર માસમાં લગ્ન કરવાના છે.

જેથી બહેનના લગ્ન કરવા માટે ઝડપથી પૈસા એકઠા કરવા ત્રણેક દિવસ પહેલા રાત્રીના સમયે મહાપ્રભુનગર પાસે બેંકનું એટીએમ મશીન તોડી પૈસા મેળવવાનો પ્લાન કર્યો હતો. જો કે તેમાં તેને સફળતા મળી ના હતી. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીનો કબ્જો લીંબાયત પોલીસને સોપ્યો છે અને લીંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed