છેલ્લા એક વર્ષથી બધાના ચાહિતા બાદશાહ પંજાબી અભિનેત્રી ઈશાને ડેટ કરી રહ્યા છે…જુઓ તસવીરો

છેલ્લા એક વર્ષથી બધાના ચાહિતા બાદશાહ પંજાબી અભિનેત્રી ઈશાને ડેટ કરી રહ્યા છે…જુઓ તસવીરો,રેપર તથા સિંગર બાદશાહે બે વર્ષ પહેલાં પત્ની જાસ્મિનને ડિવોર્સ આપ્યા હતા. હવે ચર્ચા છે કે તે પંજાબી એક્ટ્રેસ ઈશા રિખીને ડેટ કરે છે. આટલું જ નહીં તે છેલ્લાં એક વર્ષથી ઈશા સાથેના રિલેશનશિપમાં છે.
તે પર્સનલ કારણોને લીધે રિલેશનશિપને પ્રાઇવેટ રાખવા માગે છે.રેપર બાદશાહ થોડાં દિવસ પહેલાં જ વેબસિરીઝ ‘ફેબ્યુલસ લાઇવ્સ ઑફ બોલિવૂડ વાઇફ’માં જોવા મળ્યો હતો. આ સિરીઝમાં તેનો કેમિયો રોલ હતો.
બાદશાહ તથા ઈશા પહેલી જ વાર મિત્રની પાર્ટીમાં એકબીજાને મળ્યા હતા અને ત્યારબાદ તેઓ ડેટ કરવા લાગ્યા હતા.સૂત્રોના મતે, બાદશાહે પરિવારને પણ ઈશા સાથેના સંબંધોની જાણ કરી હતી. પરિવાર આ સંબંધથી ઘણો જ ખુશ છે.
જોકે, બાદશાહને પર્સનલ લાઇફ અંગે વાત કરવી બહુ પસંદ નથી અને તેથી જ તે આ મુદ્દે વધુ બોલતો નથી. 2019માં બાદશાહ તથા જાસ્મિન વચ્ચેના વિવાદની વાતો સામે આવી હતી. બંને ત્યારથી અલગ રહે છે. તેમને દીકરી જેસી ગ્રેસ પણ છે. જોકે, કોરોના બાદ જાસ્મિન દીકરી સાથે લંડન જતી રહી છે.