ભાજપના ધારાસભ્યએ સરસ્વતી અને લક્ષ્મી માતા વિશે અપમાન જનક ટીપણી કરી , પહેલાં પણ આવી ચૂક્યા છે આવા વિવાદમાં…,ઉત્તરાખંડના BJP ધારાસભ્ય બંશીધર ભગત ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે.
તેમણે હિંદુ દેવી-દેવતાઓ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતાં કહ્યું હતું કે ‘જો તમે જ્ઞાન માગો તો સરસ્વતીને પટાવો, જો તમે શક્તિ માગો તો દુર્ગાને પટાવો, જો તમારે પૈસા જોઈતા હોય તો લક્ષ્મીને પટાવો’.માણસ પાસે શું છે, એક શિવ છે, તેઓ પર્વતમાં પડેલા છે.
તેમની પાસે કપડાં પણ નથી, ઉપરથી તેમના ગળામાં એક સાપ લટકેલો છે, સાથે જ ગંગાજી પણ પોતાને માથે લઈ ફરી રહ્યા છે. એક વિષ્ણુ ભગવાન છે, તેઓ સમુદ્રના ઊંડાણમાં છુપાયેલા છે. બીજેપી ધારાસભ્યએ કહ્યું હતું કે ભગવાને પહેલા જ મહિલા સશક્તીકરણ કરેલું છે.
શનિવારે ઉત્તરાખંડના હલ્દવાનીમાં ઈન્ટરનેશનલ ગર્લ ચાઈલ્ડ ડે પર બીજેપીના મંત્રીએ આ નિવેદન આપ્યું, જેને સાંભળીને કાર્યક્રમમાં હાજર મહિલાઓ ચોંકી ગઈ, સાથે જ તેમના આ નિવેદનથી તેમની ભારે ટીકા થઈ રહી છે.આ પહેલીવાર નથી, જ્યારે બીજેપી ધારાસભ્ય બંશીધર તેમના નિવેદનથી ઘેરાયા હોય.
તાજેતરમાં જ ઉત્તરાખંડમાં પેપર લીક કેસ પર તેમણે કહ્યું હતું કે સરકાર આ મામલાની તપાસ માટે ગંભીર છે, પરંતુ કોઈપણ આરોપ લગાવતાં પહેલાં કોંગ્રેસે સમજવું જોઈએ કે પહેલો પથ્થર એ લોકોએ ફેંકવો જોઈએ, જેમણે પાપ કર્યું ન હોય.