ભારત

મહિલાઓ અને મંદિર અંગે અપમાન જનક ટીપણી બાદ આપના ગોપાલ ઇટાલિયાનો વિડિયો થયો વાઇરલ…લોકો રોષે ભરાયા

મહિલાઓ અને મંદિર અંગે અપમાન જનક ટીપણી બાદ આપના ગોપાલ ઇટાલિયાનો વિડિયો થયો વાઇરલ…લોકો રોષે ભરાયા,ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દે જણાવ્યું છેકે, મને ખૂબ દુઃખ થયું આ વીડિયો જોઈને. આ રીતની વિચાર ધારા કઈ રીતે આવે છે. મંદિરમાં મારી આસ્થાને ઠેસ પહોંચાડવાનો કોઈને પણ હક્ક નથી. લોકોમાં આવા તત્ત્વો સામે ભારે રોષ છે. મહિલાઓ મંદિરમાં ન જાય કથામાં ન જાય આવા નિવેદનો આપનારા અર્બન નકસલ ટોળકીને જવાબ આપવાનો સમય આવી ગયો છે.

ફરી એકવાર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ ગોપાલ ઈટાલિયા વિવાદમાં આવ્યાં છે. ગોપાલ ઈટાલિયાનો વધુ એક જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગોપાલ ઈટાલિયા મંદિરો અને મહિલાઓના સંદર્ભમાં વિવાદિત ટિપ્પણી કરતા નજરે પડે છે.

આ વીડિયોમાં ગોપાલ ઈટાલિયા એવું કહેતા નજરે પડે છેકે, મંદિરોમાં મહિલાઓનું શોષણ થાય છે. કથામાં જવાથી મંદિરોમાં થવાથી કઈ મળવાનું નથી. ગોપાલ ઈટાલિયાનો મહિલાઓને સંબોધન કરતો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દે જણાવ્યું છેકે, મને ખૂબ દુઃખ થયું આ વીડિયો જોઈને. આ રીતની વિચાર ધારા કઈ રીતે આવે છે. મંદિરમાં મારી આસ્થાને ઠેસ પહોંચાડવાનો કોઈને પણ હક્ક નથી. લોકોમાં આવા તત્ત્વો સામે ભારે રોષ છે. મહિલાઓ મંદિરમાં ન જાય કથામાં ન જાય આવા નિવેદનો આપનારા અર્બન નકસલ ટોળકીને જવાબ આપવાનો સમય આવી ગયો છે.

આ અર્બન નકસલ ટોળકી ષડયંત્ર રચીને તમારી પાછળ પછી છે. આવા લોકો આપણી સંસ્કૃતિઓ પર બેફામ લવારા કરી રહ્યા છે. ગુજરાત ને કઈ રીતે તોડી શકાય તેની પાછળ લાગેલાં છે. નર્મદા ડેમની કામગીરી રોકનાર અર્બન નકસલીને પાછલા બારણે ગુજરાતમાં ઘુસાડવાની રણનીતિ તૈયાર કરી રહ્યા છે. અશાંતિ કઈ રીતે ફેલાય તેના પર જ આ ટોળકીનો રોજગાર ચાલે છે.

આ વીડિયો ભૂલ થી વાયરલ થઈ ગયો છે એવું કહીને હવે એમના જ કાર્યકર્તા લખે છે કે આ એમનો પર્સનલ વ્યુ છે.ભાજપના નેતા ભરત ડાંગરે જણાવ્યુંકે, ગોપાલ ઈટાલિયા એક વિચિત્ર માનસિકતા ધરાવતી વ્યક્તિ છે. મંદિર આપણી આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે બધા જ મંદિરોને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

આવું શા માટે કહેવું પડી રહ્યું છે તે સમજવા જેવું છે કારણકે, આ તો આમ આદમી પાર્ટીના સંસ્કાર છે. એ આવું બોલે છે એટલે જ એમને પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક અપાઈ છે. આમ આદમી પાર્ટીની વિચારધારા જ આવી હિન કક્ષાની છે. આ પહેલીવાર નથી બન્યુ જ્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાના વાણી વિલાસનો કોઈ વીડિયો સામે આવ્યો હતો.

આ પહેલાં પણ અનેકવાર તેમના આવા વિવાદિત વાણીવિલાસ સામે આવી ચૂક્યાં છે. હાલમાં જ થોડા દિવસો પહેલાં આ જ ગોપાલ ઈટાલિયાએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે વિવાદિત ટિપ્પણી કરીને સોશિયલ મીડિયામાં વીડિયો ફરતો કર્યો હતો. આ મામલો પોતાના પ્રમુખનો બચાવ કરતા આપના ઈશુદાન ગઢવીએ પ્રેસ કરીને જણાવ્યું કે, ભાજપ પાટીદારવિરોધી માનસિકતા ધરાવે છે, રોજ જાતજાતના વીડિયો મીડિયાને આપે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *