કોલેજની આ દિદીઓ હાથાપાઈ પર આવી ગઈ , યુવતીઓ એક બીજાને દે ધનાધન લાફા જીકી રહી છે…જુઓ વિડિયો

કોલેજની આ દિદીઓ હાથાપાઈ પર આવી ગઈ , યુવતીઓ એક બીજાને દે ધનાધન લાફા જીકી રહી છે…જુઓ વિડિયો,આ દરમિયાન વિદ્યાર્થીઓ લડાઇ રોકવાનો પ્રયત્ન કરવાના બદલે બૂમો પાડે છે અને ચીયર કરતા જોવા મળે છે.
ઇન્ટરનેટ પર અવાર નવાર મનોરંજક, અજીબોગરીબ અને ફની વીડિયોઝ વાયરલ થતા રહે છે, જે યૂઝર્સનું ધ્યાન ખેંચી લે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવ્યો છે. જે બેંગલુરૂની એક કોલેજમાં 2 છોકરીઓ વચ્ચે થયેલી લડાઇનો છે.
ઘટના બેંગલુરૂના દયાનંદ સાગર કોલેજ ઓફ એન્જીનિયરિંગની કેન્ટીનમાં થઇ. સૌથી પહેલાં બંને પરસ્પર બોલાચાલી શરૂ કરે છે, જે જલદી જ એક લડાઇમાં બદલાઇ જાય છે. છોકરીઓ બોલાચાલી દરમિયાન એકબીજાને તમાચા મારે છે, ધક્કા મારે છે અને એકબીજા પર આંગળી ઉઠાવતી જોવા મળે છે.
Kalesh B/w Two Girls In College Canteen (DSCE, Bangalore) pic.twitter.com/E5b165yH2w
— r/Ghar Ke Kalesh (@gharkekalesh) October 9, 2022
લડાઇન પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. આ દરમિયાન વિદ્યાર્થીઓ લડાઇ રોકવાનો પ્રયત્ન કરવાના બદલે બૂમો પાડે છે અને ચીયર કરતા જોવા મળે છે. આ પ્રકારની એક ઘટના તાજેતરમાં સીસીટીવીમાં કેદ થઇ હતી જેમાં 2 મહિલાઓને એક વેટ મશીનને લઇને ભયંકર લડાઇમાં જોવા મળી હતી.
વીડિયોમાં ગુલાબી રંગનો ડ્રેસ પહેરેલી એક મહિલા વેટ મશીનનો ઉપયોગ કરવા માટે પોતાના વારાની રાહ જોઇ રહી છે. ત્યારે લીલા રંગના ટી શર્ટમાં એક મહિલા દોડે છે. અને તે મશીન તરફ ધક્કો મારે છે. પછી બંને મહિલાઓ વચ્ચે ઝઘડો થઇ જાય છે. એકબીજાને થપ્પડ મારે છે અને એકબીજાના વાળ ખેંચે છે.