સ્પોર્ટ્સ

T20 વર્લ્ડ કપમાં શાર્દુલને ઓસ્ટ્રેલિયા ન લઈ જવા પર નારાજ થયા ભાઈ , જુઓ શું કહી દીધું ગુસ્સામાં…

T20 વર્લ્ડ કપમાં શાર્દુલને ઓસ્ટ્રેલિયા ન લઈ જવા પર નારાજ થયા ભાઈ , જુઓ શું કહી દીધું ગુસ્સામાં…,શાર્દુલ ઠાકુર એક ખુબ યુવા અને પ્રતિભાવાન ખેલાડી છે. ટીમ ઈન્ડિયામાં તે એક સારા બોલિંગ ઓલરાઉન્ડર તરીકેની ભૂમિકા ભજવે છે. ટેસ્ટ, વન-ડે અને ટી-20 ક્રિકેટના આ ત્રણેય ફોર્મેટમાં શાર્દુલ રમી ચૂક્યો છે. જોકે, તેને આ વખતે ટી-20 વર્લ્ડ કપમાં ચાન્સ ન અપાતા તે નારાજ છે.

ટી20 વર્લ્ડ કપ 2022 માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળતાં શાર્દુલ ઠાકુર નિરાશા વ્યક્ત કરી. સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરિઝ અને એ પહેલાં રમાયેલી શ્રેણીમાં પણ શાર્દુલનું પ્રદર્શન સારુ્ં રહ્યું હતું. એટલું જ નહીં આઈપીએલમાં પણ શાર્દુલ ઠાકુરે બેટ અને બોલ બન્ને રીતે સારું પ્રદર્શન કરીને સિલેક્ટર્સને આકર્ષિત કર્યા હતાં.

જોકે, કોઈ કારણોસર તેને ઓસ્ટ્રેલિયન ટૂરની ટિકિટ ન મળતા શાર્દુલ ઠાકુર નારાજ થઈ ગયો છે. ભારતીય ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર ખૂબ જ નિરાશ છે કેમ કે તેની આગામી T20 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવ્યો નથી. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં શાર્દુલ ઠાકુરેની વન-ડેમાં સિલેક્શન કરવામાં આવ્યું હતું.

શાર્દુલ ઠાકુરે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વન-ડે સિરીઝ રમી રહ્યો છે.. T20 વર્લ્ડ કપ માટે પસંદ ન થવા પર શાર્દુલ ઠાકુરે કહ્યું કે સ્વાભાવિક રીતે તે મોટી નિરાશા છે.વર્લ્ડ કપમાં રમવું અને સારું પ્રદર્શન કરવાનું દરેક ખેલાડીનું સપનું હોય છે. તેણે કહ્યું કે મારી પસંદગી ન થાય તો પણ વાંધો નથી. આવતા વર્ષે પણ ODI વર્લ્ડ કપ છે. મને જે પણ મેચમાં તક મળશે, મારું ધ્યાન સારું પ્રદર્શન કરીને ટીમની જીતમાં યોગદાન આપવા પર રહેશે.

દીપક ચહરની ઈજાને કારણે ભારતના T20 વર્લ્ડ કપ અભિયાનને મોટો ફટકો પડ્યો છે. ચહરને રિઝર્વ ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો. અને હવે તે ઓસ્ટ્રેલિયામાં રમાનાર આ વર્લ્ડ કપમાંથી બહાર થવાની અણી પર છે. શાર્દુલ ઠાકુરે કહ્યું કે જો કોઈને ઈજા થાય છે અને તેના સ્થાન પર તક મળે તો હું સારૂં પ્રદર્શન કરીશ. હું રમવા માટે માનસિક રીતે છું તૈયાર.

બેટિંગમાં શાનદાર ઈનિંગ્સ રમી ચૂકેલા શાર્દુલ ઠાકુર નીચલા ક્રમની બેટિંગમાં સારૂં યોગદાન આપવા માગે છે. તેણે સંજુ સેમસન સાથે પહેલી વન-ડેમાં નાની પણ સારી બેટિંગ કરી હતી. શાર્દુલ ઠાકુરે કહ્યું કે હું લાંબા સમયથી મારી બેટિંગ પર ધ્યાન આપી રહ્યો છું. સ્વાભાવિક રીતે સાતમાથી નવમા ક્રમ સુધી બેટિંગમાં યોગદાન આપવું સારું છે. તેનાથી તમારો આત્મવિશ્વાસ વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *