સિદ્ધાર્થ કીયારાના લગ્નની વાત આગળ વધી રહી છે , જુઓ તમારી આ ફેવરિટ જોડી ક્યારે કરી રહી છે લગ્ન…,શેરશાહ (Shershah) ફિલ્મમાં સિદ્ધાર્થ અને કિયારાની જોડીને દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મથી બંનેની લવ સ્ટોરી પણ શરૂ થઇ છે.
બોલીવુડ સ્વીટ કપલ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani) હાલમાં ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં જ કપલને મુંબઇમાં એકસાથે આઉટિંગ પર જતાં સ્પોટ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફિલ્મ ઇંડસ્ટ્રીમાં વધુ એક કપલના લગ્નની શરણાઇ વાગવાની સળવળાટ શરૂ થઇ ગઇ છે.
સમાચાર છે કે કિયારા અને સિદ્ધાર્થ ટૂંક સમયમાં પોતાના સંબંધને એક નામ આપવાની તૈયારીમાં છે. બંને ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. આખરે આતુરતા અંત આવ્યો અને સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની વેડિંગ ડેટ (Kiara-Sidharth Wedding Date Out) પણ સામે આવી ગઇ છે.
શેરશાહ (Shershah) ફિલ્મમાં સિદ્ધાર્થ અને કિયારાની જોડીને દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મથી બંનેની લવ સ્ટોરી પણ શરૂ થઇ છે. સિડ અને કિયારા બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. જોકે બંનેએ ક્યારેય આ વાતનો પબ્લિકલી સ્વિકાર કર્યો નથી પરંતુ સોશિયલ મીડીયા પર કપલ એકબીજા માટે પ્રેમ વ્યક્ત કરતાં જોવા મળ્યા છે.
જોકે હવે સમાચાર છે કે સિદ્ધાર્થ અને કિયારા આગામી વર્ષે 2023 માં લગ્નની તૈયારી કરવાના છે. બંને એપ્રિલ મહિલામાં જ લગ્ન કરી લેશે. આ એક્સૂલૂસિવ સમાચાર બોલીવુડલાઇફના સૂત્રોના હવાલેથી આપવામાં આવ્યા છે. સિડ અને કિયારાની વેડિંગ ફંક્શનની વાત કરીએ તો આ એક ફેમિલી ફંક્શન હશે. લગ્નમાં બોલીવુડમાંથી ખૂબ ઓછા લોકોને આમંત્રિત કરવામાં આવશે.
લગ્નના મોટાભાગના ફંક્શન દિલ્હીમાં સિદ્ધાર્થના પરિવાર અને સંબંધીઓ સાથે થવાના છે. કિયારા અને સિડ પહેલાં એક રજિસ્ટર્ડ લગ્ન કરશે અને પછી રિસેપ્શન બાદ એક કોકટેલ પાર્ટી રાખી શકે છે, પરંતુ અત્યારે એ નક્કી નથી કે રિસેપ્શન પાર્ટીમાં બોલીવુડમાંથી કયા કયા સેલિબ્રિટીને આમંત્રિત કરવામાં આવશે. કિયારા અને સિડના લગ્નના તમામ ફંક્શન દિલ્હીમાં આયોજિત કરવામાં આવશે.