સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયાનો આ પ્લેયર ખૂબ મોટો દાવો કરે છે , કહે છે મારા જેટલી ફાસ્ટ સીક્સ કોઈ નથી મારતું !!…જાણો શું છે હકીકત

ટીમ ઈન્ડિયાનો આ પ્લેયર ખૂબ મોટો દાવો કરે છે , કહે છે મારા જેટલી ફાસ્ટ સીક્સ કોઈ નથી મારતું !!…જાણો શું છે હકીકત,સિક્સ મારવાની એબિલિટી પર એવું શું બોલી ગયો કિશન કે નિવેદન થઇ રહ્યું છે વાયરલ એ પણ જાણવા જેવું છે. મેચ પછી, જ્યારે તેને પ્રેસ કોન્ફરન્સમાં સ્ટ્રાઈક રોટેશન વિશે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે “જ્યાં સુધી સ્ટ્રાઇક રોટેશનની વાત છે તો તે કેટલાક ખેલાડીઓની તાકાત છે, જ્યારે કોઈની તાકાત સિક્સર મારવાની હોય છે.

હાલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વન-ડે ક્રિકેટ મેચની સિરિઝ ચાલી રહી છે. ત્યારે આ સિરીઝમાં યુવા ભારતીય ટીમ ખુબ સારું પ્રદર્શન કરી રહી છે. એવામાં એક ખેલાડીને તેના પ્રદર્શન વિશે પુછવમાં આવ્યું તો તેેણે કહ્યુંકે, મારા જેટલી ઝડપથી સિક્સર કોઈ નથી મારતું. અમે વાત કરી રહ્યાં છીએ ભારતીય ટીમના સૌથી યુવા ખેલાડી ઈશાન કિશનની…

સિક્સ મારવાની એબિલિટી પર એવું શું બોલી ગયો કિશન કે નિવેદન થઇ રહ્યું છે વાયરલ એ પણ જાણવા જેવું છે. સાઉથ આફ્રિકા સામેની રાંચી વનડેમાં 84 બોલમાં 93 રનની વિસ્ફોટક ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાની શ્રેણીમાં વાપસી કરાવનાર ઈશાન કિશને પોતાની ઈનિંગમાં ફોર કરતા વધારે સિક્સ મારી હતી. તેણે 4 ફોર અને 7 સિક્સ ફટકારી હતી.

T20 ક્રિકેટમાં એવા જૂજ જ બેટ્સમેન છે જે કિશનની જેમ સરળતાથી સિક્સ મારી શકે છે.મેચ પછી, જ્યારે તેને પ્રેસ કોન્ફરન્સમાં સ્ટ્રાઈક રોટેશન વિશે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે “જ્યાં સુધી સ્ટ્રાઇક રોટેશનની વાત છે તો તે કેટલાક ખેલાડીઓની તાકાત છે, જ્યારે કોઈની તાકાત સિક્સર મારવાની હોય છે.

મારી જેટલી ઝડપથી કોઈ સિક્સ મારી શકતું નથી, આ મારી તાકાત છે. હું સિક્સથી જ કામ ચલાવી લઉં છું એટલે રોટેશન વિશે વધારે વિચારતો નથી.જો કે, તેણે એમ પણ કહ્યું કે “ઘણી એવી ઇનિંગ્સ હશે જ્યાં રોટેશનની પણ જરૂર પડશે. જો પહેલી વિકેટ પડી હોય તો અમારે આ માટે તૈયાર રહેવાની જરૂર છે, પરંતુ જો બોલ મારા એરિયામાં હોય તો સિક્સ મારવાનો કોઈ ચાન્સ છોડીશ નહીં.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *