બૉલીવુડ

કરન જોહરે ટ્વીટર પર ગુડ બાય ટ્વીટર કહ્યું , તો લોકોએ કહ્યું ‘શાંતિ ઈચ્છે છે તો’ પેલો ‘કોફી વીથ કરન’ કચરો બંધ કરે…

કરન જોહરે ટ્વીટર પર ગુડ બાય ટ્વીટર કહ્યું , તો લોકોએ કહ્યું ‘શાંતિ ઈચ્છે છે તો’ પેલો ‘કોફી વીથ કરન’ કચરો બંધ કરે…,કરન જોહરે સો.મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર છોડવાની જાહેરાત કરી છે. કરને સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને આ માહિતી આપી હતી. કરને કહ્યું હતું કે નકારાત્મકતાને કારણે તેણે ટ્વિટર છોડવાનો નિર્મય લીધો છે. જોકે, કરનની આ પોસ્ટ પર યુઝર્સે નેગેટિવ કમેન્ટ્સ કરી હતી.

કરન જોહરે ટ્વીટ કરીને કહ્યું હતું, ‘અને વધુ પોઝિટિવ એનર્જી માટેનું આ પહેલું પગલું છે. ગુડબાય ટ્વિટર.’ આ પોસ્ટ કર્યા બાદ કરન જોહરે પોતાનું અકાઉન્ટ ડિલિટ કરી નાખ્યું હતું.કરન જોહરની આ પોસ્ટ પર યુઝર્સે કમેન્ટ્સ કરી હતી.

એક યુઝરે કહ્યું હતું, ‘સર આખા ભારતમાં સુખ-શાંતિ ઈચ્છતા હો તો ‘કૉફી વિથ કરન’ વાળો કચરો પણ ઇન્ટરનેટ પરથી હટાવો દો. અન્ય એકે કહ્યું હતું, ‘તમને કોઈ મિસ કરશે નહીં.’ અન્ય એકે એવી કમેન્ટ કરી હતી કે શાહરુખ સિવાય તમને કોઈ યાદ કરવાનું નથી.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ કરને સો.મીડિયાના નેગેટિવ માહોલ અંગે વાત કરી હતી. સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલિવૂડમાં નેપોટિઝ્મનો મુદ્દો ઘણો જ ગરમાયો હતો. યુઝર્સે કરન જોહર નેપોટિઝ્મને પ્રોત્સાહન આપતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

તે સમયે કરને કહ્યું હતું, ‘મને લાગે છે કે નકારાત્મક મહોલમાંથી બહાર આવવાનો એક માત્ર ઉપાય કામ પર ફોકસ કરવું છે. આટલી ટીકા બાદ પણ મારે આગળ વધવાનું હતું. હું મારી કંપની, મારી માતા, મારા પરિવાર પ્રત્યે જવાબદાર છું. મને એટલી ખબર છે કે મારે સ્ટ્રોંગ થવાનું છે. આ સૌથી વધુ મહત્ત્વનું છે. મને એ વાતનો આનંદ છે કે મેં કામ પર ધ્યાન આપ્યું.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *