બોલિવૂડની વિક્રમ વેધા ફિલ્મ 100 કરોડના ક્લબમાં થઈ સામીલ , ધીમે ધીમે થઈ હતી શરૂઆત છતાં કરી રહી છે પ્રોફિટ…,હૃતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ ‘વિક્રમ વેધા’ની શરૂઆત બોક્સ ઓફિસ પર ખૂબ જ રહી હતી. એક મજબૂત સસ્પેન્સ થ્રિલર અને બે મોટા સ્ટાર્સ સાથે એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે આ ફિલ્મ ઓછામાં ઓછા 2022ના બીજા ક્રમનો સૌથી વધુ બોલિવૂડ ઓપનિંગનો રેકોર્ડ બનાવશે, પરંતુ શરૂઆત ખરાબ રહી હતી.
ભારતીય બોક્સ ઓફિસ પર ‘વિક્રમ વેધા’એ એક અઠવાડિયામાં 58.57 કરોડનું કલેક્શન કર્યું હતું, જ્યારે એની વર્લ્ડવાઇડ કમાણી 7 દિવસમાં 99.24 કરોડ હતી.રિલીઝના 8મા દિવસે શુક્રવારે આ ફિલ્મે ભારતમાં જ લગભગ 2.60 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
આ પ્રારંભિક અંદાજ છે, એટલે કે શુક્રવારનું ઓવરસીઝ કલેક્શન ન ઉમેરાય તોપણ ‘વિક્રમ વેધા’નું વર્લ્ડવાઈડ કલેક્શન હવે 100 કરોડને પાર કરી ગયું છે. તો બીજી તરફ માહિતી તો એવી પણ મળી રહી છે કે ફિલ્મનું બજેટ લગભગ 150 કરોડ રૂપિયા હતું. તો હજુ પણ આ ફિલ્મ સારું કલેક્શન કરી શકે છે.
ફિલ્મ ‘વિક્રમ વેધા’ની સ્ટોરી વિશે વાત કરવામાં આવે તો પોલીસ અને ગેંગસ્ટરની વાર્તા છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન એક સખત પોલીસના રોલમાં છે, જ્યારે હૃતિક રોશન ગેંગસ્ટરના રોલમાં જોવા મળે છે. આ ફિલ્મ પુષ્કર-ગાયત્રી દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. ‘વિક્રમ વેધા’માં હૃતિક રોશન તથા સૈફ અલી ખાન લીડ રોલમાં છે. હૃતિકે ‘વેધા’ તથા સૈફે ‘વિક્રમ’નો રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં રાધિકા આપ્ટે પણ મહત્ત્વના રોલમાં છે.
ફિલ્મનું શૂટિંગ દુબઈ તથા લખનઉમાં કરવામાં આવ્યું છે. ‘વિક્રમ વેધા’ ઓરિજિનલી તમિળ ફિલ્મ છે. ફિલ્મને પુષ્કર-ગાયત્રીની જોડીએ ડિરેક્ટ કરી હતી. તે ફિલ્મમાં આર. માધવન તથા વિજય સેતુપતિ લીડ રોલમાં હતા. 2017માં રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી.