ગુજરાત

અરે ગુજરાતમાં આ શું થઈ ગયું આપને !! , 15 પૂર્વ હોદ્દેદાર અને 200 કાર્યકર્તા જોડાયા ભાજપમાં…જુઓ અહી

અરે ગુજરાતમાં આ શું થઈ ગયું આપને !! , 15 પૂર્વ હોદ્દેદાર અને 200 કાર્યકર્તા જોડાયા ભાજપમાં…જુઓ અહી,જામનગરમાં વિધાનસભા ચૂંટણી પહેલા “આપ”થી નારાજ થયેલા આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. જામનગર ગ્રામ્ય વિસ્તારમાં આમ આદમી પાર્ટીથી નારાજ થયેલા 15 જેટલા પૂર્વ હોદેદારો અને 200 જેટલા કાર્યકતાઓ ભાજપમાં જોડાયા છે.

ગુજરાતમાં ફરી એકવાર પક્ષ પલટાની મોસમ શરૂ થઇ ગઇ છે. ત્યારે ચૂંટણી પહેલાં જામનગર AAPમાં મોટું ગાબડું પડ્યું છે. ક્યારેક AAPમાંથી કોઇ ભાજપમાં જોડાય છે તો કોઇ કોંગ્રેસમાં, તો ક્યારેક કોઇ કોંગ્રેસમાંથી ભાજપમાં કે AAPમાં જોડાય છે તો ક્યારેક ભાજપમાંથી કોઇ AAPમાં અથવા તો કોંગ્રેસમાં જોડાય છે.

ત્યારે ગુજરાતમાં વધુ એક વખત ચૂંટણી પહેલા જામનગર AAPમાં મોટું ગાબડું પડ્યું છે.જામનગરમાં વિધાનસભા ચૂંટણી પહેલા “આપ”થી નારાજ થયેલા આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. જામનગર ગ્રામ્ય વિસ્તારમાં આમ આદમી પાર્ટીથી નારાજ થયેલા 15 જેટલા પૂર્વ હોદેદારો અને 200 જેટલા કાર્યકતાઓ ભાજપમાં જોડાયા છે.

અટલ ભવન ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મૂંગરા સહિતના સંગઠનના સભ્યોએ કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેસરિયો ધારણ કર્યો હતો. આપ ના તાલુકા કારોબારી સભ્ય અને તાલુકા મોરચા સભ્ય સહિતના આગેવાનો અને પૂર્વ હોદેદારો ભાજપમાં જોડાયા હતા.

અટલ ભવન ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મૂંગરા સહિત સંગઠનના સભ્યોએ કેસરિયો ખેસ પહેરાવીને AAPના કાર્યકર્તાઓને ભાજપમાં આવકાર્યા છે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વિસાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા ભાજપમાં જોડાયા હતા.

એ સિવાય જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના અનેક નેતાઓ પણ ભાજપમાં જોડાયા હતા. જિલ્લા કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા નટુ પોંકિયા પણ ભાજપમાં જોડાયા હતા. ભેંસાણ તાલુકા કૉંગ્રેસ પ્રમુખ પણ રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *