ચહર ઇજાગ્રસ્ત થતાં તેના સ્થાન પાર એક ધાસું પ્લયેરની એન્ટ્રી , 8 મહિના બાદ વર્લ્ડ કપમાં રમશે આ ખેલાડી…જુઓ અહી,ભારતના યુવા સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને સાઉથ આફ્રિકા સામેની ચાલી રહેલી વન-ડે સિરીઝમાં લેવામાં આવ્યો છે. તેને ફાસ્ટ બોલર દીપક ચહરની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું છે.
તેને રવિવારે રમાનારી બીજી વન-ડેમાં તક મળ મળી શકે છે. અંદાજે 8 મહિના પછી સુંદર ટીમમાં પરત ફરી રહ્યો છે. BCCIએ શનિવારે સુંદરનો ટીમમાં સમાવેશ કર્યાની જાણકારી આપી હતી.સાઉથ આફ્રિકાની સામે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી T20 મેચ પછી દીપક ચહરનું એન્કલ ટ્વિસ્ટ થઈ ગયું હતું.
🚨 NEWS 🚨: Washington Sundar replaces Deepak Chahar in ODI squad. #TeamIndia | #INDvSA
More Details 🔽https://t.co/uBidugMgK4
— BCCI (@BCCI) October 8, 2022
જોકે તેની ઈજા ગંભીર નથી અને તે થોડા દિવસોમાં ઠીક થઈ જશે. હવે તે બેંગ્લુરુ જશે અને નેશનલ ક્રિકેટ એકેડમીમાં મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રહેશે.વોશિંગ્ટન સુંદર અંદાજે આઠ મહિના પછી ટીમ ઈન્ડિયામાં પરત ફરી રહ્યો છે.
છેલ્લે તે 11 ફેબ્રુઆરી 2022ના રોજ વેસ્ટઈન્ડિઝ સામે રમ્યો હતો. આ મેચમાં તેણે 34 બોલમાં 33 રન કર્ય હતા.લખનઉમાં રમાયેલી પહેલી વન-ડેમાં ટીમ ઈન્ડિયાનો 9 રન પરાજય થયો હતો. એટલે હાલ ભારતીય ટીમ 3 મેચની વન-ડે સિરીઝમાં 1-0થી પાછળ છે.