ભારત મહારાષ્ટ્ર

મુંબઈ લોકલ ટ્રેનમાં મહિલાઓ સીટ માટે જઘડી પડી , વાળ ખેંચીને મારામારી કરી વિડિયો થયો વાઇરલ…જુઓ અહી

મુંબઈ લોકલ ટ્રેનમાં મહિલાઓ સીટ માટે જઘડી પડી , વાળ ખેંચીને મારામારી કરી વિડિયો થયો વાઇરલ…જુઓ અહી,મુંબઈની લોકલ ટ્રેનમાં સીટને લઈને મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી. મહિલા પોલીસ કોન્સ્ટેબલે શાંત કરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને પણ ઈજા પહોંચી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

બઈની એક લોકલ ટ્રેનમાં કેટલીક મહિલાઓ વચ્ચે સીટને લઈને મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે ઠાણે-પનવેલ મુંબઈ લોકલના લેડીઝ કોચમાં મહિલા યાત્રીકો વચ્ચે આ ઝગડો થયો હતો.

વાયરલ મીડિયામાં મહિલાઓ ટ્રેનની અંદર એકબીજાના વાળ ખેંચતી જોવા મળી રહી છે. એક મહિલા કોન્સ્ટેબલ યાત્રીકોને શાંત કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો અને તે ઈજાગ્રસ્ત થઈ ગયા.એસ કટારે, વરિષ્ઠ પોલીસ નિરીક્ષક, વાશી રેલવે સ્ટેશને જણાવ્યું- વાશી રેલવે સ્ટેશન પર ઠાણેથી પનવેલ જઈ રહેલી લોકલ ટ્રેનમાં ત્રણ મહિલાઓ વચ્ચે મારામારી થઈ.

સીટને લઈને વિવાદ બાદ કેટલીક મહિલાઓએ મારામારી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન એક મહિલા કર્મચારીને ઈજા પહોંચી છે. ઘટના વિશે જાણકારી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે એક વૃદ્ધ મહિલા, તેની પૌત્રી ઠાણેથી લોકલ ટ્રેનમાં સવાર હતા અને કોપરખૈરણેમાં ટ્રેનમાં સવાર એક અન્ય મહિલા, સીટ ખાલી થવાની રાહ જોઈ રહી હતી.

સીટ ખાલી થવા પર વૃદ્ધ મહિલાએ પૌત્રીને બેસવા માટે કહ્યું, સાથે બીજી મહિલાએ પણ સીટ મેળવવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઈ અને મામલો મારામારી પર આવી ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે મારપીટમાં સામેલ મહિલાઓએ એકબીજા વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.

નોંધનીય છે કે મુંબઈની લાઇફલાઇન કહેવાતી લોકલ ટ્રેનો પોતાની ભીડ માટે જાણીતી છે. મુંબઈ મહાનગર ક્ષેત્રમાં પોતાની વ્યાપક પહોંચ અને સ્થાનીક શહેરી વસ્તીના મોટા ભાગ દ્વારા ટ્રેનનો ઉપયોગ કરાતા મુંબઈની લોકલ ટ્રેનમાં હંમેશા ભીડ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *