ગુજરાત

ફરી એક વાર છપરીઓએ એક યુવતી પર હુમલો કર્યો , પ્રેમ પ્રસ્તાવ માટે ના પાડતા યુવતી પર ચપ્પુથી હુમલો…જુઓ અહી

ફરી એક વાર છપરીઓએ એક યુવતી પર હુમલો કર્યો , પ્રેમ પ્રસ્તાવ માટે ના પાડતા યુવતી પર ચપ્પુથી હુમલો…જુઓ અહી,શહેરમાં ફરી એકવાર ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ જેવો કિસ્સો બનતા રહી ગયો છે. પાંડેસરામાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ કિશોરીના ચહેરા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. કિશોરીએ મોઢું ફેરવી લેતા ગળ‌ુ કપાતા બચી ગયું હતું.કિશોરીને સિવિલમાં લઈ જતા તેને ઈજાગ્રસ્ત ભાગ પર 17 ટાકા આવ્યા છે.

આરોપી મહરાષ્ટ્ર ભાગી ગયો છે. જો કે, પોલીસ આરોપીના ભાઈને ઉંચકતી લાવી પૂછપરછ હાથ ધરી હતી. આરોપી યુવક કિશોરીને સંબંધ રાખવા દબાણ કરતો હતો. પોલીસ હાલ આરોપીને શોધી રહી છે. કિશોરીના માતા-પિતાએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી બનાવની જાણ કરતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

પિડીત બાળકી સાથે વાતચીત કરી તો તેણે જણાવ્યું કે આરોપી સતત તેને હેરાન કરતો હતો. આ બાબતે તેણે પોતાના ઘરે જાણ પણ કરી હતી. એની પાડોશમાં એક મહિલા રહે છે જેના ઘરે આરોપી આવજાવ કરતો હતો. એણે બળજબરી દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે તેની વાત ન માની તો આરોપીએ હત્યાનો પ્રયાસ કર્યો અને ચપ્પુ વડે હુમલો કરી દીધો. કિશોરીએ જણાવ્યું કે આરોપી તેની હત્યા કરવા માંગતો હતો પરંતુ સદનસીબે તેનો જીવ બચી ગયો.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, પાંડેસરાની ગૌરી નગર સોસાયટીમાં રહેતી અને આઠમા ધોરણમાં અભ્યાસ કરતી 14 વર્ષની કિશોરી તેના રૂમમાંથી બહાર નીકળી બાથરૂમમાં ગઈ હતી, તે જ સમયે કાલુ નામના યુવકે તેની નજીક આવી તારૂ કોની સાથે લફડુ ચાલે છે તેમ કહી તેણે યુવતીના ગળા પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જોકે કિશોરીએ બચવા માટે તેની ગરદન હટાવી લેતા ચપ્પુ તેના ચહેરા પર વાગ્યું હતુ અને તેનો ચહેરોના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જેમાં તેને ચહેરાના ભાગે 17 જેટલા ટાંકા લેવા પડ્યા છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, કાલુ નામનો આરોપી પાંડેસરા વિસ્તારનો રહેવાસી નથી પરંતુ તે છેલ્લા કેટલાક દિવસોથી 14 વર્ષીય કિશોરીનો પીછો કરતો હતો. આરોપી કિશોરીના એકતરફી પ્રેમમાં પાગલ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ તેણે આ પહેલા પણ બે થી ત્રણ વખત વિદ્યાર્થિનીની છેડતી કરી હતી, વિદ્યાર્થિનીએ ઘરે આ બાબતની જાણ કરી હતી, પરંતુ આરોપી આવી રીતે જીવલેણ હુમલો કરશે તેવી પરિવારને કે વિદ્યાર્થિનીને બિલકુલ ખ્યાલ ન હતો.

પાંડેસરાના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.યુ. સાનેસરાએ જણાવ્યું કે, આરોપી કાલુ પિડીત કિશોરીના ઘરની સામે રહેતા ઉમેશ નામના વ્યક્તિના ઘરે આવતો જતો હતો, ઉમેશ નામના વ્યક્તિની પત્ની સાથે કિશોરીને વાતચીત થતી હતી. તેથી આરોપી દરરોજ ત્યાં આવતો હતો અને કિશોરી સાથે વાત કરવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ કિશોરીએ તેની સાથે વાત ન કરતાં તેણે કિશોરી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

કિશોરીની દાદીએ જણાવ્યું કે, આરોપી ઘરના દરવાજા બહાર ઊભો રહી સતત ઘરની અંદર જોઈ રહ્યો હતો. મારી દિકરી ઘર બહાર નીકળી બાથરૂમ તરફ જઈ રહી હતી ત્યારે તેને પકડીને કહ્યું કે, તારું કોની સાથે લફડું ચાલી રહ્યું છે કહી ચપ્પુ કાઢી હુમલો કર્યો હતો ને ભાગી ગયો હતો.

સિવિલ હોસ્પિટલના મેડીકલ ઓફિસરે જણાવ્યું હતું કે બપોરે બાળકીને તેના પરિવારના સભ્યો લઈને આવ્યા હતા. તેના જમણા ગાલ પર ચપ્પુ વડે ઈજા થઈ હતી. જેથી ઈ એન ટી વિભાગના ડોક્ટરોને રીફર કરી હતી. બાળકીને દાખલ કરવી પડે તેવી સ્થિતી ન હતી પરંતુ ગાલ પર થયેલી ઈજાના કારણે ટાંકા લેવા પડ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *