દશેરાના શુભ અવસર પર સલમાન ખાને આપી સરપ્રાઈઝ , પોતાના નવા ફિલ્મનો ધમાકેદાર લુક કર્યો શેર…જુઓ અહી,સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નો લુક શેર કર્યો છે. ફેન્સને ભાઈજાનનો આ અંદાજ ખુદ પસંદ આવી રહ્યો છે.
બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાને (Salman Khan) વિજયા દશમી પર પોતાના ફેન્સને સરપ્રાઇઝ આપી છે. સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની મોસ્ટ અવેટેડ મૂવી કિસી કા ભાઈ કિસી કી જાનનો લુક શેર કર્યો છે. તસવીરમાં સલમાન ખાન હંમેશાની જેમ હેન્ડસમ લાગી રહ્યો છે. ફેન્સને તેનો આ અંદાજ પસંદ આવી રહ્યો છે.
સલમાને પોસ્ટની સાથે લખ્યું, ‘વો થા કિસી કા ભાઈ, યહ હૈ કિસી કી જાન.’ બ્લેક એન્ડ વાઇટ સૂટમાં સલમાન ખાન ખુબ સારો લાગી રહ્યો છે. તેની સાથે કાળા ચશ્માએ તેની પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવ્યા છે. નોંધનીય છે કે આ પહેલા સલમાને ફિલ્મનું ટીઝર શેર કર્યું હતું, જેમાં તેના લાંબા વાળ હતા. પરંતુ એક્ટરના આ લુકમાં તેના નાના વાળ જોવા મળી રહ્યાં છે. સલમાનની પોસ્ટને લાખો લાઇક્સ મળી છે.
લાંબા સમયમાં સલમાન ખાન સિલ્વર સ્ક્રીન પર વાપસી કરવાનો છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે સલમાનની આ ફિલ્મ એક્શન, કોમેડી, ડ્રામા, રોમાન્સ અને મ્યૂઝીકથી ભરેલી હશે. તેવામાં ફેન્સ આ ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે.
સલમાન ખાનની ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ચુક્યું છે. જેમાં સલમાન ખાન રફ એન્ડ ટફ લુકમાં જોવા મળ્યો. ટીઝરમાં સલમાન ખાન લદ્દાખ ઘાટીમાં એક ક્રૂઝર મોટરસાઇકલ ચલાવતો જોવા મળ્યો. એક્ટરે બ્રાઉન કલરનો શર્ટ અને ડેનિમ જીન્સ પહેર્યું હતું. ટ્રેડમાર્ક સનગ્લાસની સાથે તેના લાંબા વાળનો લુકને પહાડી હવાએ ધાંસૂ બનાવી દીધો છે. ટીઝરને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે.