દિલ્લી ભારત

દિલ્હી એરપોર્ટ પર 28 કરોડનું બ્રેસ્લેટ અને 27 કરોડની ઘડિયાળ જપ્ત કરાઈ , આ કિંમતી માલ હતો ચોરીનો…જુઓ અહી

દિલ્હી એરપોર્ટ પર 28 કરોડનું બ્રેસ્લેટ અને 27 કરોડની ઘડિયાળ જપ્ત કરાઈ , આ કિંમતી માલ હતો ચોરીનો…જુઓ અહી,કસ્ટમ વિભાગના એક અધિકારીએ કહ્યું કે આરોપી યાત્રી અને તેના કાકાનો દુબઈમાં મોંઘી ઘડિયાળનો એક શોરૂમ છે.

દિલ્હી એરપોર્ટ પર કથિત રીતે સાત લગ્ઝરી ઘડિયાળની તસ્કરીના આરોપમાં કસ્ટમ વિભાગના અધિકારીઓએ એક વ્યક્તિની ધરપકડ કરી છે. અધિકારીઓએ ગુરૂવારે જણાવ્યું કે તેની પાસેથી જપ્ત ઘડિયાળમાં એક સોનાની બની છે, જેના પર હીરા મઢેલા છે અને તેની કિંમત 27.09 કરોડ રૂપિયા છે.

ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટ પર કસ્ટમ કમિશનર ઝુબેર રિયાઝ કામલીએ કહ્યુ કે કિંમત પ્રમાણે આ સૌથી મોટી જપ્તી કોમર્શિયલ કે લક્ઝરી ચીજવસ્તુઓની છે. તેમણે કહ્યું- મૂલ્યના સંદર્ભમાં આ એક વારમાં 60 કિલોગ્રામ સોનું જપ્ત કરવા બરાબર છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું કે મંગળવારે દુબઈથી અહીં પહોંચેલા આરોપી યાત્રીને કસ્ટમ વિભાગના અધિકારીઓએ રોક્યો હતો. આરોપી ભારતીય નાગરિક છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે તેના સામાનની તપાસ અને વ્યક્તિગત સર્ચ દરમિયાન સાત ઘડિયાળ મળી છે.

આ ઘડિયાળ- જૈકબ એન્ડ કંપની (મોડલઃ બીએલ 115.30એ), પિયાજે લાઇમલાઇટ સ્ટૈલા (એસઆઈ.નં 1250352 પી11179), રોલેક્સ ઓયસ્ટર પર્પેચ્યુઅલ ડેટ જસ્ટ (SI. નંબર Z7J 12418), રોલેક્સ ઓયસ્ટર પર્પેચ્યુઅલ ડેટ જસ્ટ (SI. નંબર 0C46G2 17), રોલેક્સ ઑયસ્ટર પર્પેચ્યુઅલ ડેટ જસ્ટ (SI. નંબર 237Q 5385) અને રોલેક્સ ઑયસ્ટર પરપેચ્યુઅલ ડેટ જસ્ટ (SI. નંબર 86 1R9269). તેમાં જણાવવામાં આવ્યું કે માત્ર જૈકબ એન્ડ કંપનીની એક ઘડિયાળની કિંમત 27.09 કરોડ રૂપિયા છે.

દિલ્હી કસ્ટમ દ્વારા જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ ઘડિયાળ સિવાય યાત્રીની પાસે 27.18 કરોડ રૂપિયાની કિંમતનું હીરા જડિત સોનાનું બ્રેસલેટ અને એક આઈફોન 14 પ્રો 256 જીબી જપ્ત કરવામાં આવ્યો છે. આ યાત્રીની ધરપકડ કરી લેવામાં આવી છે. કસ્ટમ વિભાગના એક અધિકારીએ કહ્યુ કે આરોપી યાત્રી અને તેના કાકાનો દુબઈમાં મોંઘી ઘડિયાળનો એક શોરૂમ છે, જેની બ્રાન્ચ સંયુક્ત અરબ અમીરાતના અન્ય સ્થાનોમાં પણ છે.

નામ જાહેર ન કરવાની શરતે એક અધિકારીએ કહ્યું- તે તેને દિલ્હીમાં એક હાઈ-પ્રોફાઇલ ગ્રાહકને આપવા માટે લઈ જતો હતો. યાત્રીએ ગ્રાહકની મુલાકાત દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટલમાં કરવાની હતી, જેના વિશે કહેવામાં આવે છે કે તે ગુજરાતનો રહેવાસી છે. પરંતુ ગ્રાહક તેને મળવા પહોંચ્યો નહીં. અત્યાર સુધી આરોપીએ ગ્રાહકના નામનો ખુલાસો કરતા કહ્યું કે તેને પોતાના જીવનો ડર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *