વરસાદ તો જવાનું નામ નથી લેતો , ફરી એક વાર 8 થી 11 ઓક્ટોબરમાં આવી શકે છે તાબડતોડ વરસાદ…જુઓ શું છે આગાહી

0

વરસાદ તો જવાનું નામ નથી લેતો , ફરી એક વાર 8 થી 11 ઓક્ટોબરમાં આવી શકે છે તાબડતોડ વરસાદ…જુઓ શું છે આગાહી,હવામાન વિભાગના મતે, રાજસ્થાન અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ચોમાસાની વિદાય વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા જોવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 8થી 11 ઓક્ટોબર દરમિયાન અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દશેરાના મહાપર્વે ભાવનગરના અનેક વિસ્તારમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે.

આમ જોવા જઈએ તો નૈત્ર્તૃત્ય ચોમાસાએ મોટા ભાગના વિદાય લઈ લીધી છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની વિદાય વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં હજુ વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે સેવી છે. આ વરસાદ પોસ્ટ મોન્સૂન કહી શકાય.

જેમાં આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા તેમજ દેશના પૂર્વ ભાગોમાં વરસાદની શક્યતા છે.હવામાન વિભાગના મતે, રાજસ્થાન અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી 8 ઓક્ટોબર સુધીમાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદી વહનની શક્યતા છે. 8મી ઓક્ટોબરે ગીર-સોમનાથ, ભાવનગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વરસાદ પડે તેવી શક્યતા છે.

આ ઉપરાંત 7 અને 8મી તારીખે થન્ડકસ્ટ્રોર્મ એક્ટિવિટીની અસર જોવા મળશે.9મી ઓક્ટોબરે ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વરસાદ પડે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed