આદીપુરુષના ટીઝર લોન્ચ બાદ પ્રભાસ ડિરેક્ટર પર ભડક્યા , બધા મીડિયા સામે ગુસ્સામાં બોલાવ્યો કેબિનમાં…

0

આદીપુરુષના ટીઝર લોન્ચ બાદ પ્રભાસ ડિરેક્ટર પર ભડક્યા , બધા મીડિયા સામે ગુસ્સામાં બોલાવ્યો કેબિનમાં…,2023ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘આદિપુરુષ’નું ટીઝર હાલ ખોટા કારણે ચર્ચામાં છે. આ ટીઝર અંગે ઘણો જ વિવાદ થયો છે. આ વિવાદની વચ્ચે સો.મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે.

આ વીડિયો જોયા બાદ સો.મીડિયા યુઝર્સ એવી અટકળો કરી રહ્યા છે કે ફિલ્મના ડિરેક્ટર ઓમ રાઉત તથા એક્ટર પ્રભાસ વચ્ચે બધું ઠીક નથી.વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રભાસ થોડો ગુસ્સામાં છે. આ વીડિયો ‘આદિપુરુષ’ના ટીઝર લૉન્ચ પછીનો હોવાનું માનવામાં આવે છે.

વીડિયોમાં પ્રભાસે ડિરેક્ટરને કહ્યું હતું, ‘ઓમ, તું મારી સાથે રૂમમાં આવી રહ્યો છે ને? મારી સાથે આવ.’ જવાબમાં ડિરેક્ટરે કહ્યું હતું, ‘હા, હું રૂમમાં આવી રહ્યો છું.’ પ્રભાસે આંગળી કરીને ઓમ રાઉત તરફ ઈશારો કર્યો હતો, આથી જ યુઝર્સ એવી ચર્ચા કરી રહ્યા છે કે પ્રભાસ નારાજ છે. વળી, કેટલાક યુઝર્સ એવી પણ વાતો કરી રહ્યા છે કે પ્રભાસે ફિલ્મના પ્રમોશન માટે ઓમ રાઉતને પોતાના રૂમમાં બોલાવ્યો હશે.

ઓમ રાઉતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘મને ઘણું જ દુઃખ થયું, પરંતુ નવાઈ લાગી નથી, કારણ કે ફિલ્મ બિગ સ્ક્રીન માટે તૈયાર કરવામાં આવી છે. તમે એક લિમિટ સુધી કટ કરી શકો છો, પરંતુ મોબાઇલમાં જોવાલાયક બનાવી શકતા નથી. જો આ મારા હાથમાં હોત તો હું યુટ્યૂબ પર ક્યારેય ટીઝર રિલીઝ કરત નહીં, પરંતુ આ સમયની ડિમાન્ડ છે.

વધુમાં વધુ ઓડિયન્સ સુધી આ ફિલ્મ પહોંચે એ માટે ટીઝર વિવિધ સો.મીડિયા પ્લેટફોર્મ પર રિલીઝ કરવું જરૂરી હતી.’ઓમ રાઉતે વધુમાં કહ્યું હતું, ‘અમારી ફિલ્મ માટે સિનિયર સિટિઝન્સ મુખ્ય દર્શકો છે. તેઓ થિયેટરમાં બહુ ઓછા જાય છે. અમે ઈચ્છીએ છીએ કે દૂર-દૂરના લોકો પણ અમારી ફિલ્મ જુએ, કારણ કે આ રામાયણ છે.

આ ફિલ્મ કોઈ એક માટે નથી, પરંતુ દરેક જનરેશનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.ઓમ રાઉતના ડિરેક્શનમાં બનેલી ‘આદિપુરુષ’ આવતા વર્ષે 12 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ હિંદી, તેલુગુ, તમિળ, કન્નડ તથા મલયાલમમાં રિલીઝ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed