ઉતરાખંડમાં બરફના તોફાનમાં ગુજરાતીઓ ફસાયા , 4 ગુજરાતી અને 34 બીજા લોકો ફસાયા બરફમાં…જુઓ અહી,ઉત્તરાખંડમાં નહેરૂ પર્વતારોહણ સંસ્થાના એડવાન્સ કોર્સ દરમિયાન દ્રોપદી કા દંડામાં શિખર પર આરોહણ કરવા માટે ગયેલા ઇન્સ્ટ્રક્ટર સહિત 34 તાલિમાર્થીઓ એવલાંચ નામના તોફાનમાં ફસાયા છે.
ફસાયેલા તાલિમાર્થીઓમાં ચાર ગુજરાતીઓ પણ છે. જોકે, એક મહિલા PSI સહિત 3 વ્યક્તિ સુરક્ષિત હોવાની માહિતી છે જ્યારે એક વ્યક્તિ હજુ ગુમ છે.ગુજરાત રાજ્યની પર્વતારોહણ સંસ્થા માઉન્ટ આબુમાં આવી છે. ત્યાંથી તાલીમાર્થીઓ નહેરૂ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનીયરિંગ ઉત્તરકાશી ખાતે એડવાન્સ રિસર્ચ કોર્સના તાલીમાર્થીઓ બરફના તોફાનમાં ફસાયા છે.
એડવાન્સ કોર્સ માટે ગયેલા તાલીમાર્થીઓમાં 4 ગુજરાતીઓ પણ છે. જેમાં રાજકોટના ભરતસિંહ પરમાર, ભાવનગરના કલ્પેશ બારૈયા, ભાવનગરના અર્જૂનસિંહ ગોહિલ અને સુરતના PSI ચેતના રાખોલિયા છે.
રેસ્ક્યૂ દરમિયાન ભરતસિંહ પરમાર, કલ્પેશ બારૈયા અને ચેતના રાખોલિયા મળી આવ્યા છે અને તેઓ હાલ સલામાત છે. પરંતુ હજુ સુધી અર્જૂનસિંહ ગોહિલ મળ્યા નથી. તમામ પરિવારો પણ અત્યારે ચિંતામાં મુકાયા છે. સરકારની સંસ્થા દ્વારા મોકલવામાં આવ્યા પરંતુ સંસ્થા તરફથી કોઈ ત્યાં પહોંચ્યું નથી.