અમદાવાદ ગુજરાત

મારું મન મોર બની થગનાટ કરે સોંગ પર ખેલૈયાઓએ મંત્રમુગ્ધ ગરબા લીધા , કર્ણાવતી ક્લબમાં જામી સાચી રમજટ…

મારું મન મોર બની થગનાટ કરે સોંગ પર ખેલૈયાઓએ મંત્રમુગ્ધ ગરબા લીધા , કર્ણાવતી ક્લબમાં જામી સાચી રમજટ…,કોરોનાને કારણે બે વર્ષ પછી નવરાત્રિ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવરાત્રિ પર્વે ખેલૈયાઓમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. આ વખતે નવરાત્રિના પહેલા દિવસથી જ ખેલૈયાઓ એક-એક ક્ષણનો આનંદ માણવા માગતા હોય તેમ ગરબા રમઝટ બોલાવી રહ્યા છે.

અમદાવાદની જાણીતી કર્ણાવતી ક્લબમાં પણ આવો જ માહોલ જામ્યો હતો. ખેલૈયા રંગબેરંગી ચણિયાચોળી, કેડિયા, પાઘડી, છત્રી અને નીતનવીન પ્રોપ સાથે ગરબાના તાલે ઘૂમ્યા હતા.આજના ખેલૈયાઓમાં પ્રોફેશનલ ગરબાનો ક્રેઝ વધ્યો છે. મોટા ભાગના ખેલૈયાઓ ક્લબો અને પ્રોફેશનલ ગરબા રમવાનું વધારે પસંદ કરે છે.

ત્યારે કર્ણાવતી ક્લબમાં ખૂબ મોટા પ્રમાણમાં લોકોની ભીડ જોવા મળી હતી. ખેલૈયાઓએ પીંછાં, દાંડિયાથી લઇને લાઈટવાળી પાઘડી પહેરી હતી. ઘણા મોટા ગ્રુપમાં લોકો એકસમાન ચણિયાચોળી, કેડિયા, પાઘડી, છત્રી, પોમપોમ અને આગવાળા રાસ પર ગરબાની મજા માણી હતી. ગરબે ઘૂમતા ખેલૈયાઓએ એવાં-એવાં અવનવાં સ્ટેપ્સ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

ક્લબ કલ્ચરને શહેરમાં ઓ‌ળખ અપાવનારા ત્રિલોક પરીખે વર્ષો પહેલાંની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘એ વખતે શહેરમાં ફરવા માટે બે જ જગ્યા હતી, અટિરા અને લો કોલેજ. ફેમિલી સાથે ફરવા માટે એવી કોઇ જગ્યા નહોતી, જ્યાં ફૂડ, મૂવી, સ્પોર્ટ્સ એક્ટિવિટી અને બાળકોની એક્ટિવિટી એક જ જગ્યાએ થતી હોય. જ્યાં આ બધું એક જ સ્થળે મ‌ળે એ હેતુએ મેં શહેરમાં ક્લબ કલ્ચર પર ભાર મૂક્યો.’ ક્લબમાં શેરી ગરબા શરૂ કરવાનું શ્રેય પણ ત્રિલોકભાઇને જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *