કેલિફોર્નિયામાં ભારતીય પરિવારના 4 લોકોનું અપહરણ , જેમાં 8 મહિનાની બાળકી પણ હતી…જોઈને આખો ભીની થઇ જશે

0

કેલિફોર્નિયામાં ભારતીય પરિવારના 4 લોકોનું અપહરણ , જેમાં 8 મહિનાની બાળકી પણ હતી…જોઈને આખો ભીની થઇ જશે,અમેરિકાના કેલિફોર્નિયાથી એક હચમચાવી નાખતા સમાચાર આવ્યા છે. ભારતીયો પર હુમલાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. ભારતીય મૂળના ચાર લોકોનું અપહરણ કરવામાં આવ્યું. જેમાં એક 8 મહિનાની બાળકી પણ સામેલ છે. આ ઘટના કેલિફોર્નિયાના મર્સ્ડ કાઉન્ટીની છે.

અમેરિકાના કેલિફોર્નિયાથી એક હચમચાવી નાખતા સમાચાર આવ્યા છે. સોમવારે ભારતીય મૂળના ચાર લોકોનું અપહરણ કરવામાં આવ્યું. જેમાં એક 8 મહિનાની બાળકી પણ સામેલ છે. આ ઘટના કેલિફોર્નિયાના મર્સ્ડ કાઉન્ટીની છે. એબીસી ન્યૂઝ મુજબ મર્સ્ડ કાઉન્ટીની શેરીફ ઓફિસે સોમવારે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું છે કે 36 વર્ષના જસદીપ સિંહ, 27 વર્ષની જસલીન કૌર અને તેમના આઠ મહિનાની બાળકી અરુહી અને 39 વર્ષના અમરદીપ સિંહનું અપહરણ કરાયું છે. પોલીસનું કહેવું છે કે સંદિગ્ધ ખતરનાક અને હથિયારધારી છે.

આ મામલે વધુ માહિતી હજુ મળી શકી નથી કારણ કે તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં છે. પરંતુ પ્રશાસને જણાવ્યું કે 4 લોકોનું સાઉથ હાઈવે 59 ના 800 બ્લોકથી અપહરણ કરવામાં આવ્યું. પરિવારને કથિત રીતે અપહરણ કરીને એવી જગ્યા પર લઈ જવાયો છે જ્યાં લાઈનબંધ રિટેલર્સ અને રેસ્ટોરન્ટ્સ છે.

એનબીસી ન્યૂઝ મુજબ અધિકારીઓએ હાલ સંદિગ્ધના નામનો કે અપહરણ પાછળના હેતુનો કોઈ ખુલાસો કર્યો નથી. સોમવારે એક નિવેદનમાં પોલીસે કહ્યું કે અમે લોકોને સતત કહી રહ્યા છીએ કે તેઓ સંદિગ્ધ કે પછી પીડિતો સુધી પહોંચવાની કોશિશ ન કરે. તેઓ 911 પર પોલીસને જાણ કરે.

અત્રે જણાવવાનું કે આ અગાઉ વર્ષ 2019માં ભારતીય મૂળના વ્યવસાયી તુષાર અત્રે તેમના ગર્લફ્રેન્ડની કારમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. તેઓ એક ડિજિટ માર્કેટિંગ કંપનીના માલિક હતા. તેમનું કેલિફોર્નિયાના તેમના આલિશાન ઘરથી કથિત રીતે અપહરણ કરાયું હતું.

અમેરિકામાં ભારતીયો વિરુદધ હુમલાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. 21 ઓગસ્ટના રોજ કેલિફોર્નિયાના ટાકો બેલ રેસ્ટોરન્ટમાં વંશીય હુમલાની એક ઘટના સામે આવી હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો હ તો. કૃષ્ણનન જયરન નામના વ્યક્તિ જ્યારે રેસ્ટોરન્ટમાં પોતનો ઓર્ડર લેવા માટે ગયા તો તેમના પર વંશીય હુમલો કરવામાં આવ્યો.

આરોપીએ તેમને કહ્યું હતું કે તમે હિન્દુ છો જે ગાયના પેશાબથી ન્હાય છે. ભારીય લોકો મજાક છે. ટેક્સાસમાં પણ મેક્સિકન-અમેરિકી મહિલાએ ચાર ઈન્ડો-અમેરિકન મહિલાઓ પર વંશીય ટિપ્પણી અને મારપીટ કરી હતી. મેક્સિકન-અમેરિકન મહિલા ભારતીય મૂળની મહિલાઓ સાથે અભદ્ર ટિપ્પણી અને ગાળાગાળી કરતી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed