international

હોંગકોંગમાં ગુજરાતની સંસ્કૃતિ જોવા મળી રહી છે , હીરાના કારીગરોના ગ્રૂપે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાની જમાવટ કરી…

હોંગકોંગમાં ગુજરાતની સંસ્કૃતિ જોવા મળી રહી છે , હીરાના કારીગરોના ગ્રૂપે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાની જમાવટ કરી…,ગરબા હવે ગુજરાત પૂરતા સિમિત ન રહેતા ગ્લોબલ બન્યા છે. રાજ્ય અને દેશમાં નવરાત્રિના પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ ગરબા સાત સમંદર પાર એવા હોંગકોંગમાં પણ જોવા મળી રહ્યા છે. અસલ ગુજરાતી પારંપરિક સંસ્કૃતિના દર્શન કરાવતા હીરાના વ્યવસાયીઓએ ગરબાની મોજ માણી હતી. ટ્રેડિશનલ ડ્રેસમાં ગુજરાતીઓએ ગરબા રમીને જમાવટ કરી હતી.

હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા લખાણી અંકેશભાઈએ જણાવ્યું હતું કે, હોંગકોંગમાં છેલ્લા સાત વર્ષથી સ્ટાર ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે. કવુન ટોંગ હોલમાં આ વખતે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 240 જેટલા લોકોએ સહ પરિવાર ગરબાનો આનંદ માણ્યો હતો.

ધવલભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોરોના મના કારણે છેલ્લા બે ત્રણ વર્ષથી હોંગકોંગમાં ગરબાનું આયોજન થઈ શક્યું નહોતું. જેથી તમામ લોકો ગરબાની રાહ જોઈ રહ્યા હતા અને આ વખતે થોડી છૂટછાટ મળતા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંના લોકો ગરબા રમીને માતાજીની આરાધના કરવામાં જોડાયા હતા. તથા માં અંબે ના ગરબા ગાઈને ખુબ મજા કરી હતી.

કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ હમણાં જ અહીં હળવું થયું છે, અને લોકડાઉન પણ થોડા સમય અગાઉ જ ખુલ્યું છે. ત્યારે સરકારની ગાઇડલાઇન પ્રમાણે તથા મર્યાદિત લોકોમાં અમે આયોજનને સફળ બનાવ્યો હતો. લોકોમાં ખૂબ ઉત્સાહ હતો નવરાત્રિ અગાઉથી જ આયોજનને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. અને સરકારે પણ સપોર્ટ કર્યો અને આયોજન થઈ શક્યુ છે.

જયેશભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ખેલૈયાઓ અગાઉથી ખૂબ જ ઉત્સાહિત હતા અને જેવું ગરબાનું આયોજન થયું કે, તમામ ખેલૈયાઓએ ગુજરાતથી ચણિયાચોળી સહિતના ટ્રેડિશનલ ડ્રેસ મંગાવી લીધા હતા. અને નવરાત્રિને ઉજવણી ગુજરાતના પારંપરિક વસ્ત્રોમાં કરવામાં આવી હતી.

ગ્રુપના સભ્ય એવા શ્રેય અણઘણે જણાવ્યું હતું કે, વર્ષોથી ગુજરાતમાં રહેલા તમામ લોકો નવરાત્રિના ત્યાં ખૂબ મન ભરીને માણતા હતા. પરંતુ, હોંગકોંગમાં નવરાત્રિ છેલ્લા બે ત્રણ વર્ષથી કોરોનાના કારણે થતી નહોતી. ત્યારે આ વર્ષે નવરાત્રિ રમવાનો મોકો મળતા તમામ લોકો ખૂબ ઉત્સાહથી અવનવા સ્ટેપ સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા. ઘણા લોકોએ તો નવરાત્રિ અગાઉથી જ ગરબા શીખવાની અને નવા સ્ટેપ શીખવાની શરૂઆત કરી દીધી હતી.

મિતુલભાઈ ખોખરીયાએ જણાવ્યું હતું કે, હોંગકોંગના હીરા વ્યવસાય સાથે ગુજરાત સૌરાષ્ટ્ર અને મુંબઈના લોકો વધુ સંખ્યામાં છે. અહીં ગુજરાતીઓ હીરાના અલગ અલગ પ્રકારના કામ સાથે સંકળાયેલા છે. પરિવાર સાથે અહીં વસવાટ કરતા હોવાથી નવરાત્રિ સહિતના દરેક તહેવારો ઉજવવામાં આવતા હોય છે. પરંતુ નવરાત્રી તમામ ગુજરાતીઓને પ્રિય હોવાથી આ તહેવારને લોકો મન ભરીને માણતા હોય છે.

હોંગકોંગમાં દર વખતે ઓરકેસ્ટ્રા સાથે નવરાત્રિનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે ડીજેના તાલે ઉજવણી કરવા અંગે વિરેનભાઈ ઇટાલીયા એ જણાવ્યું હતું કે, હાલ કોરોનાની સ્થિતિ થાળી જ પડી છે. ત્યારે સરકાર દ્વારા જે ગાઈડલાઈન રજૂ કરવામાં આવી છે. તે પ્રમાણે ડીજે અને મોટી સ્ક્રીન લગાવવામાં આવી હતી. જેના પર તમામ ખેલૈયા હોય ગરબા રમ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *