ધનુષ ડિવોર્સ લેવાના હતા પરંતુ , લગ્નને વધુ એક અવસર આપશે એટલું જાણીને જ ફેન્સમાં ઉત્સાહનો માહોલ ફેન્સ હોય તો ધનુષ જેવા…,સાઉથ સુપરસ્ટાર ધનુષ તથા ઐશ્વર્યા રજનીકાંતે પોતાના સંબંધો વધુ એક તક આપવાનો નિર્ણય લીધો છે. બંને આ વર્ષે જાન્યુઆરીમાં અલગ થવાની જાહેરાત કરી હતી. જોકે, હવે ચર્ચા છે કે ધનુષ તથા ઐશ્વર્યાએ હાલમાં ડિવોર્સ થોડાં સમય માટે પોસ્ટપોન કર્યા છે. જોકે, ધનુષ તથા ઐશ્વર્યાએ આ અંગે કોઈ જ નિવેદન આપ્યું નથી.
ધનુષ તથા ઐશ્વર્યાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને ડિવોર્સની જાહેરાત કરી હતી. ધનુષ તથા ઐશ્વર્યાએ છૂટાછેડા અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું ‘અમે 18 વર્ષ સુધી મિત્રતા, કપલ, પેરેન્ટ્સ અને એકબીજાના શુભચિંતક બનીને ગ્રોથ, સમજણ અને પાર્ટનરશિપથી લાંબી સફર કરી છે.
આજે અમે જે જગ્યાએ ઊભાં છીએ ત્યાંથી અમારા બંનેના રસ્તા અલગ થઈ રહ્યા છે. મેં અને ઐશ્વર્યાએ એક કપલ તરીકે અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે પોતાને સારી રીતે સમજવા માટે સમય આપવા ઇચ્છીએ છીએ. અમારા નિર્ણયનું સન્માન કરો અને અમારી પ્રાઈવસીનું ધ્યાન રાખો.’
ધનુષે 18 નવેમ્બર, 2004ના રોજ સુપરસ્ટાર રજનિકાંતની સૌથી મોટી દીકરી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા. તેમને યાત્રા અને લિંગા નામે બે દીકરા છે, જેમનો જન્મ અનુક્રમે 2006 અને 2010માં થયો હતો. ધનુષે ઐશ્વર્યાના ડિરેક્શનમાં બનેલી પ્રથમ ફિલ્મ ‘3’માં કામ કર્યું છે. આ ફિલ્મનું સોંગ ‘કોલાવેરી ડી’ વર્ષ 2011નું સૌથી બિગેસ્ટ હિટ સોંગ બન્યું હતું.
ધનુષ અને ઐશ્વર્યા બંનેનો પરિવાર ઈચ્છે હતો કે તે બંને ડિવોર્સના નિર્ણય પર પુનર્વિચાર કરે અને લગ્ન બચાવે. ડિવોર્સ પછી પણ બંને હૈદરાબાદની એક જ હોટલમાં સાથે રહ્યાં હતાં. ડિવોર્સની જાહેરાત બાદ પણ ઐશ્વર્યાએ સોશિયલ મીડિયામાંથી તેના પતિનું નામ હટાવ્યું નહોતું.