બૉલીવુડ

પ્રભાસની આવનારી ફિલ્મમાં સેફ અલી ખાનના રોલની લોકોએ ખૂબ નિંદા કરી , કહ્યું આ રાવણ નહિ ખીલજી છે…

પ્રભાસની આવનારી ફિલ્મમાં સેફ અલી ખાનના રોલની લોકોએ ખૂબ નિંદા કરી , કહ્યું આ રાવણ નહિ ખીલજી છે…,#BOYCOTT ADIPURUSH નામથી હાલ સૈફ, પ્રભાસ અને કૃતિ સેનની ફિલ્મનો બોયકોટ હાલ ટ્રેન્ડ થઈ રહ્યો છે. શું છે સમગ્ર મામલો? શા માટે આ વિવાદ ઉભો થયો છે એ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

પદમાવત હોય કે ઓ માય ગોડ હોય સંખ્યાબંધ એવી ફિલ્મો છેકે, જેના ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ તેનો વિવાદ ઉભો થાય છે. આવો એક વિવાદ હવે આદિપુરુષ ફિલ્મને લઈને ઉભો થયો છે. આદિપુરુષનું ટીઝર રીલઝ થતાની સાથે જ ચાહકો ચીડાયા છે. ચાહકોમાં આ ફિલ્મને પગલે મેકર્સ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જેને પગલે હાલ ટિઝર રિલીઝ થતાંની સાથે દર્શકો આ ફિલ્મનો બોયકોટ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર પણ #BOYCOTT ADIPURUSH નામથી આ ફિલ્મનો બોયકોટ હાલ ટ્રેન્ડ થઈ રહ્યો છે. શું છે સમગ્ર મામલો? શા માટે આ વિવાદ ઉભો થયો છે એ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

લાંબા સમયથી દર્શકો આદિપુરુષ ફિલ્મની રાહ જોઈને બેઠાં છે. આ ફિલ્મમાં બોલીવુડના નવાબ સૈફઅલી ખાન, બાહુબલી સ્ટાર પ્રભાસ અને કૃતિતિ સેનન કંઈક હટકો અંદાજમાં જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મમાં આ પાત્રોને લઈને પણ વિવાદ થઈ રહ્યો છે. આ ફિલ્મમાં પ્રભાસ અને કૃતિતિ સેનન રામ અને સીતાની ભૂમિકામાં જોવા મળી રહ્યાં છે.

ત્યાં બીજી બાજુ આ ફિલ્મમાં સૈફઅલી ખાનને રાવણના રોલમાં દર્શાવવામાં આવ્યો છે. જોકે, આ ફિલ્મનું ટિઝર રિલિઝ થતાંની સાથે ભારે હોબાળો મચ્યો છે. એમાંય ખાસ કરીને સૈફઅલી ખાનનો રાવણનો જે ગેટઅપ છે જે લુક આપવામાં આવ્યો છે તેને પગલે પણ દર્શકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

ટીઝરમાં દેખાતા રાવણના પાત્ર પર યૂઝર્સે આપત્તિ વ્યક્ત કરી છે અને સૈફને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. એટલું જ નહીં, પરંતુ ફિલ્મના વીએફએક્સ પણ ઓડિયન્સને ઈમ્પ્રેસ નથી કરી શક્યા. લોકોએ આદિપુરુષના મેકર્સને આડે હાથ લેતા ફિલ્મનો બોયકોટ કરવાનું કહ્યું છે. સોશિયલ મીડિયા પર ‘સૈફ’ અને ‘ડિસપાઈટિંગ આદિપુરુષ’ ટ્રેન્ડ થઈ રહ્યું છે.

આદિપુરુષ ફિલ્મના મેકર્સે નવરાત્રીના પવિત્ર તહેવારમાં ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલી ‘આદિપુરુષ’ની વાર્તા રામાયણ પર આધારિત છે. આ ફિલ્મ સંપૂર્ણપણે ઈન્ડિયન માઈથોલોજિકલ છે, જેમાં સૈફ, લંકેશ રાવણનું પાત્ર ભજવી રહ્યો છે. પરંતુ ફેન્સ સૈફના લુક્સથી સંતુષ્ટ નથી.

ટ્રોલર્સનું કહેવું છે કે ટીઝર જોઈને લાગે છે કે સૈફ, રાવણ નહીં પરંતુ કોઈ મોગલ શાસકનો રોલ પ્લે કરી રહ્યો હોય તેવો લાગે છે. સૈફનો લુક્સ રાવણથી બિલકુલ જ અલગ મોગલના કોઈ ખુંખાર શાસક જેવો લાગી રહ્યો છે. સૈફના લુક્સને અલાઉદ્દીન ખિલજી, રિઝવાન અને અન્ય મુસ્લિમ શાસક નામોથી જોડવામાં આવી રહ્યો છે.

એક યૂઝરે કહ્યું કે ફિલ્મમાં સૈફ મોર્ડન હેરકટ અને દાઢીવાળો દેખાય છે, જ્યારે કે હકિકતમાં રાવણનું પાત્ર આવું હોય જ ન શકે. એવું લાગે છે કે રાવણે ધર્મ પરિવર્તન કરીને ઈસ્લામ અપનાવી લીધો છે. એક અન્ય યૂઝર્સે કહ્યું કે રાવણની પાસે ડેમન બેટ નહીં પરંતુ પુષ્પક વાહન હતું. રાવણ કોઈ ડેમન નહીં પરંતુ બ્રાહ્મણ હતો.

તો બીજા યૂઝરે લખ્યું, ‘રાવણમાં લાખ બુરાઈ હતી, પરંતુ તેને ક્યારેય આવી હેરસ્ટાઈલ નથી રાખી.’
યૂઝર્સ ‘આદિપુરુષ’ના વીએફએક્સને પસંદ નથી કરી રહ્યાં. એક યૂઝરે પૂછ્યું છે કે ટીઝર આટલું બ્લૂ-બ્લૂ કેમ છે. તેમાં અન્ય રંગોની ઉણપ જોવા મળી રહી છે. આ મૂવી રામાયણ નહીં પરંતુ ડ્રેકુલ ફિલ્મ વધુ લાગી રહી છે. એવું લાગે છે કે આદિપુરુષ ગોર્રિલા વોરફેર મૂવી છે. ટ્રોલ્સનું કહેવું છે કે આદિપુરુષથી તો સારું બ્રહ્માસ્ત્રનું વીએફએક્સ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *