રામલીલા નાટક દરમિયાન હનુમાનજી નું મંચ પર જ મૃત્યુ થયું , પુંછમાં આગ લગાવ્યા બાદ હાર્ટ અટેક આવ્યો…,આજકાલ ક્યારે હાર્ટ એટેક આવી જાય અને વ્યક્તિનું મોત થઈ જાય તેનો ખ્યાલ રહેતો નથી. બે દિવસ પહેલા ગુજરાતમાં ગરબા રમતા-રમતા એક યુવકનું નિધન થયું હતું. હવે ઉત્તરપ્રદેશમાં રામલીલા દરમિયાન આવી એક ઘટના સામે આવી છે.
ઉત્તર પ્રદેશના ફેતહપુર જિલ્લાના સમેલપુર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રામલીલામાં હનુમાનની ભૂમિકા ભજવી રહેલા 50 વર્ષીય વ્યક્તિનું મંચ પર મોત થઈ ગયું છે. રામ સ્વરૂપની નકલી પૂંછમાં આગ લગાવ્યા બાદ તેને હાર્ટ એટેક આવ્યો અને ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું.
શનિવારે રાતની ઘટનાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક અધિકારીએ કહ્યું, રામલીલાની પ્રસ્તુતિ દરમિયાન હનુમાનની પૂંછમાં આગ લાગ્યા બાદ પાત્ર ભજવી રહેલ વ્યક્તિ રામ સ્વરૂપ જમીન પરથી પડી ગયો અને એક મિનિટની અંદર તેનું નિધન થઈ ગયું.
Live sudsen death from UP Fatehpur pic.twitter.com/uuLgcbkyaE
— GANESH PRASAD PANDEY (@GaneshPandeyJrn) October 2, 2022
તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો.ઘટનાના સમયે રામ સ્વરૂપની પત્ની અનુસુઇયા અને પરિવારના અન્ય સભ્યો પણ હાજર હતા. ગામ પ્રધાન ગુલાબે જણાવ્યુ કે રામ સ્વરૂપ પોતાનું જીવન પસાર કરવા માટે રેકડી ચલાવતો હતો.
તેના પરિવારમાં પત્ની અને બે વર્ષની દિકરી રૂપા છે. પરિવારજનોએ પોલીસને જણાવ્યું વગર મૃતદેહના અંતિમ સંસ્કાર રવિવારે કરી દીધા હતા. ધાટાના પોલીસ સ્ટેશન અધિકારી પ્રવીણ કુમારે કહ્યુ કે ઘટનાની માહિતી મળી છે અને પોલીસની ટીમ તપાસ માટે આ ગામની મુલાકાત લેશે.