ગુજરાત સુરત

ગુજરાતીઓ ગરબા માટે થઈ રહ્યા છે ગાંડા , સુરતમાં છોકરીઓ મોદી અને ચિતાના ટેટૂ કરાવી રહી છે…જુઓ અહી

ગુજરાતીઓ ગરબા માટે થઈ રહ્યા છે ગાંડા , સુરતમાં છોકરીઓ મોદી અને ચિતાના ટેટૂ કરાવી રહી છે…જુઓ અહી,કેટલાક લોકોએ તો આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટેટુ પણ પીઠ પર ચિતરાવ્યું છે. આ ટેટુ બનાવવામાં ત્રણ થી 4 કલાકનો સમય જાય છે. આ ઉપરાંત આ ટેટુ માં વપરાયેલ કલર પણ સ્કિન ને ખરાબ નથી કરતા.

નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ગરબા રસિકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. કોરોના બાદ આ વર્ષે ખેલૈયાઓમાં નવરાત્રિને લઈને અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 29 મી સપ્ટેમ્બર ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના આવનાર છે.ત્યારે લોકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે સુરતીલાલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ખેલૈયાઓ દ્વારા આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચિત્તાના ટેટુ ચિતરાવવામાં આવી રહ્યાં છે.છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે નવરાત્રીના મોટા આયોજન શક્ય બન્યા ન હતા. જોકે આ વર્ષે કોરોનાના કેસો ઘટ્યા છે ત્યારે સુરતમાં ગરબાના મોટા આયોજનો જોવા મળી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રી ને લઇ ખૂબ જ આસ્થા ધરાવતા હોય છે અને પોતે ઉપવાસ પણ કરતા હોય છે. ત્યારે આ વખતે ખેલૈયાઓમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને અનેરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. 29 મી સપ્ટેમ્બર ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના લિંબાયત ખાતે આવનાર છે ત્યારે વડાપ્રધાનના આગમનને પગલે સુરતમાં યુવાનોમાં ભારે ઉત્સાહ છે.

કેટલાક લોકોએ તો આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટેટુ પણ પીઠ પર ચિતરાવ્યું છે. આ ટેટુ બનાવવામાં ત્રણ થી 4 કલાકનો સમય જાય છે. આ ઉપરાંત આ ટેટુ માં વપરાયેલ કલર પણ સ્કિન ને ખરાબ નથી કરતા.આ સાથોસાથ દેશમાં જે રીતે ચિત્તાની અછત જોવા મળી રહી છે ત્યારે લોકો પર્યાવરણનું જતન કરે તે સંદેશની સાથે ચિત્તાને પણ પોતાની પીઠ ઉપર ચિત્રાવી રહ્યા છે. લોકોમાં ટેટુ ને લઈ ને એટલો ક્રેઝ જોવા મળી રહ્યો છે કે દિવસ ભર એપોઇનમેન્ટ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *