થેંક ગોડ મૂવીમાં ભગવાન ચિત્રગુપ્તનું અપમાન કરવાનો આરોપ , આપત્તિજનક સીન હટાવવા માટે માંગ કરાઈ…,અજય દેવગનની અપકમિંગ ફિલ્મ ‘થેંક ગોડ’ મુશ્કેલીમાં મૂકાઈ છે. આ ફિલ્મનો છેલ્લાં ઘણાં સમયથી વિરોધ થઈ રહ્યો છે. હવે રાજસ્થાનમાં કાયસ્થ સમાજે આ ફિલ્મ વિરુદ્ધ કેસ કર્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે ફિલ્મે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડી છે. આ સાથે જ આ ફિલ્મમાં પૂજ્ય ભગવાન શ્રી ચિત્રગુપ્તનું અપમાન કરવામાં આવ્યું છે.
કાયસ્થ મહાસભાના ઉપાધ્યક્ષ સંજીવ શ્રીવાસ્તવે ફરિયાદમાં કહ્યું હતું કે ફિલ્મના ટ્રેલરમાં ભગવાન ચિત્રગુપ્તને મોર્ડન ડ્રેસમાં તથા હાફ ન્યૂડ યુવતીઓની વચ્ચે બતાવવામાં આવ્યા છે. આનાથી ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે. આથી જ ફિલ્મમાં તમામ આપત્તિજનક સીન્સ હટાવવામાં આવે.
હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા તથા રકુલ પ્રીત સિંહ છે. ફિલ્મમાં અજયે ચિત્રગુપ્તનો રોલ પ્લે કર્યો છે. સિદ્ધાર્થ સાથે ગેમ ઑફ લાઇફ રમતો જોવા મળ્યો છે. આ ફિલ્મને ઇન્દ્ર કુમારે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ દિવાળી સમયે એટલે કે 24 ઓક્ટોબરે રિલીઝ થશે.
કુવૈત સેન્સર બોર્ડે નક્કી કર્યું છે કે તેમના દેશમાં ‘થેંક ગોડ’ રિલીઝ થશે નહીં. જોકે, કુવૈત સેન્સર બોર્ડે ‘ચુપ’, ‘ગુડબાય’, ‘ધોકાઃ રાઉન્ડ ધ કોર્નર’ જેવી ફિલ્મને પાસ કરી દીધી છે. આ સાથે તમિળ ફિલ્મ ‘સિનમ’ને એક પણ કટ વગર પાસ કરી છે.