શાહરુખ ખાનની ફિલ્મ ‘ જવાન ‘ રિલીઝ પહેલા જ આવી ગઈ પ્રોફિટમાં , જાણો કઈ રીતે કરી બજેટ કરતા વધુ કમાણી…,શાહરુખ ખાનના અપકમિંગ પ્રોજેક્ટ્સથી ચાહકો ઉત્સાહમાં છે. શાહરુખ ખાન છેલ્લે 2018માં ‘ઝીરો’માં જોવા મળ્યો હતો. હવે તે ‘પઠાન’માં જોવા મળશે. શાહરુખ ખાન ‘જવાન’માં નયનતારા સાથે કામ કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફિલ્મમાં શાહરુખ ખાન ડબલ રોલમાં જોવા મળશે. સાઉથ એક્ટ્રેસ નયનતારા ઇન્વેસ્ટિગેટિવ ઓફિસરના રોલમાં છે.
સાન્યા મલ્હોત્રા પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મ આવતા વર્ષે 2 જૂને રિલીઝ થશે.આ વર્ષે જૂનમાં શાહરુખ ખાને વીડિયો શૅર કરીને ‘જવાન’ની જાહેરાત કરી હતી. આ ફિલ્મના વિઝ્યુ્લ, મ્યૂઝિક તથા લુક જોઈને ચાહકો ક્રેઝી થયા હતા. ‘જવાન’નો ફર્સ્ટ લુક ચાહકોને ઘણો જ પસંદ આવ્યો છે. આ જ કારણે આ ફિલ્મે રિલીઝ પહેલાં જ બજેટ કરતાં વધુ કમાણી કરી છે.
સાઉથમાં ઘણી સુપરડુપર હિટ ફિલ્મ આપનાર ડિરેક્ટર એટલીએ ‘જવાન’ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મના ડિજિટલ રાઇટ્સ નેટફ્લિક્સે 120 કરોડમાં ખરીદ્યા છે. આ ઉપરાંત ફિલ્મના સેટેલાઇટ રાઇટ્સ ઝી ટીવીને મળ્યા છે. આ રાઇટ્સ અંદાજે 130 કરોડમાં વેચાયા છે. બંને રાઇટ્સમાંથી ફિલ્મે 250 કરોડની કમાણી કરી છે. ફિલ્મનું બજેટ 180 કરોડ રૂપિયા છે.
એટલીએ ‘મર્સલ’, ‘બિગિલ’, ‘થેરી’ જેવી સુપરડુપર સાઉથ ઇન્ડિયન ફિલ્મ ડિરેક્ટ કરી છે અને રેડ ચિલીઝે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મમાં વિજય સેતુપતિ નેગેટિવ રોલમાં છે. આ ફિલ્મ હિંદી ઉપરાંત તમિળ, તેલુગુ, મલયાલમ તથા કન્નડમાં રિલીઝ થશે. હવે 2023માં સૌ પહેલાં શાહરુખ ખાનની ‘પઠાન’ રિલીઝ થશે. ત્યારબાદ ‘જવાન’ પછી ‘ડંકી’ રિલીઝ થશે.