બાઇક પર કરી રહ્યો હતો સ્ટંટ , વિડિયો વાઇરલ થતાં પોલીસ એ ફટકાર્યો 4200નો દંડ…જુઓ અહી,છત્તીસગઢના દુર્ગ-ભિલાઈનો આ સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. બાઈક સવાર યુવકનો સ્ટંટ પણ લોકો પસંદ કરી રહ્યા છે. સ્ટંટમાં જેટલો આનંદ આવે છે તેટલો જ મજેદાર અને રસપ્રદ સ્ટંટ કરનાર વ્યક્તિ પણ હોય છે. તમે તે જોઈ શકો છો બાઇક પર સવાર આ યુવક ચશ્માં અને લાલ ટોપી પહેરીને સ્ટંટ કરી રહ્યો છે, છેવટે સ્ટંટ કરનાર યુવકને આ બધું ભારે પડ્યું હતું.
વાઇરલ વીડિયો બાદ દુર્ગ ટ્રાફિક પોલીસે બાઇકચાલક યુવક પાસેથી 4200 રૂપિયાનો દંડ વસૂલ્યો છે. બાઇક ચાલક પોતાની બાઈક પર એક બાજુએ બેસીને રસ્તા પર સ્ટંટ કરી રહ્યો હતો. તે પછી તેણે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. વીડિયો વાઇરલ થયાની સાથે જ દુર્ગ પોલીસે યુવકને પકડીને કાર્યવાહી કરી હતી.
દુર્ગ પોલીસ હવે સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહી છે. શનિવારે પોલીસે ટ્રાફિક ટાવરમાં સ્ટંટ કરતા બાઇકચાલકને પકડી લીધો હતો. ત્યાર બાદ યુવકને કાન પકડાવીને ઊઠક- બેઠક કરાવવામાં આવી હતી. બાદમાં 4200 રૂપિયાનો દંડ વસૂલીને તેને છોડી દેવામાં આવ્યો હતો. જોખમી સ્ટંટ કરનાર સામે પોલીસ આગળ પણ આવી કાર્યવાહી કરતી રહેશે.
દુર્ગ જિલ્લામાં થઈ રહેલા માર્ગ અકસ્માતોને અટકાવવા માટે એસપી ડો. અભિષેક પલ્લવ તમામ પ્રયાસો કરી રહ્યા છે. રાત્રે ખુદ એસ.પી પોતે પેટ્રોલિંગમાં નીકળે છે. હેલ્મેટ વગર, સીટ બેલ્ટ વગર અને દારૂના નશામાં વાહન ચલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તેમ છતાં પણ માર્ગ અકસ્માતમાં ઘટાડો થઈ રહ્યો નથી.દુર્ગ પોલીસે નેશનલ હાઈવેની સાઈડમાં પાર્ક કરેલી ટ્રકો અને અન્ય વાહનો સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પેટ્રોલિંગ કરીને વાહનો સામે કાર્યવાહી કરી હતી અને તેમને આમ ન કરવાની સલાહ પણ આપી હતી.